કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોએ “વૃક્ષારોપણના સંદેશા” સાથે પારનદીની અર્ધ પરિક્રમા કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, કપરાડા

કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોએ નાતાલની રજાના દિવસોમાં વલસાડ જિલ્લાની મુખ્ય નદીઓમાં સામેલ એવી પારનદીની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું.

                             આ પરિક્રમાનું શુભારંભ “વૃક્ષારોપણના સંદેશા” સાથે ઉમરસાડી, માસીવાડ, પારનદી, અરબસાગર સંગમથી કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા દિવસે 35 કિલોમીટર જેટલું અંતર પગપાળા નદી કિનારે કિનારે ચાલતા ધરમપુર તાલુકાના કુરગામ ગામે રાત્રી રોકાણ કર્યું હતું. જ્યાં કુરગામ ગામના રાજુભાઈને ત્યાં વૃક્ષારોપણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે કુરગામથી પાર-નાર સંગમ ધામણી ગામે પારનદીની અર્ધ પરિક્રમા સમાપન કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, હજુ આવનારા દિવસોમાં વિજયકુમાર પીઠિયા, મૌલિક ચંદ્રવાડિયા, હિરેનસિંહ, હાર્દિકભાઈ ચૌહાણ, ભાવેશભાઈ મોતાણી આ પાંચ શિક્ષકો પાર-નાર ઉદગમસ્થાન સુધી પરિક્રમા કરવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે.

રિપોર્ટર : કૃતેશ પટેલ, વલસાડ

Related posts

Leave a Comment