હિન્દ ન્યૂઝ, ડીસા
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક ડીસા શહેરમાં ઉનાળામાં અંગ દઝાડતી ગરમી તો શિયાળામાં હાડ થીજવતી ઠંડી રેકોર્ડ બ્રેક પડતી હોય છે ત્યારે હાલમાં ડિસેમ્બર માસ દરમિયાન છેલ્લા દસ દિવસથી ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સોમવારે ઠંડીએ છેલ્લા 11 વર્ષ નો રેકોડ તોડવાની સાથે તાપમાન 6.7 ડીગ્રી નોંધાયું હતા. જેના પગલે શહેરી જનો આ કડકડતી ઠંડી ના લીધે તાપણા કરી અને ગરમ વસ્ત્રો ધારણ કરી રક્ષણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ડીસા શહેરમાં દર વર્ષે શિયાળું સિઝનમાં કડકડતી ઠંડી ના લીધે શહેરીજનો ઠંડીમાં ઠુઠવાઈ જતા હોય છે ત્યારે આ વર્ષે પણ છેલ્લા દસ દિવસથી ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે લઘુતમ તાપમાન 12.2 ડીગ્રી નોંધાયા બાદ રવિવારે સાંજે જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષા થતા સોમવારે અચાનક જ ઠંડીમાં વધારો થયો હતો અને ડીસા શહેરમાં આ ઠંડીએ છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો અને લઘુતમ તાપમાન 6.7 ડિગ્રી નોંધાયું હતું. જેના લીધે શહેરીજનોએ આ કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણું કર્યા હતા અને ગરમ વસ્ત્રો ધારણ કર્યા હતા. હાડ થીજવતી ઠંડી ના લીધે દિવસ દરમિયાન લોકોની અવર જવર માં પણ ઘટાડો થયો હતો. હજુ પણ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે તેમ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
રિપોર્ટર : કંચનસિંહ વાઘેલા, ડીસા