સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના નયનરમ્ય પરિસરમાં “સંગીત સંધ્યા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બોટાદ 

        સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના નયનરમ્ય પરિસરમાં “સંગીત સંધ્યા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઢળતી સાંજે અને તિરંગાના રંગોની રોશની વચ્ચે સંગીતના સૂર અને ગરબાના તાલે સમગ્ર વાતાવરણ દેશપ્રેમ અને સંસ્કૃતિના રંગમાં રંગાઈ ગયું હતું.

                “સંગીત સંધ્યા” કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભાર્ગવ પટેલ, બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

            કાર્યક્રમમાં પ્રસિદ્ધ કલાકારો વિપુલભાઈ બારોટ, રૂસ્તમભાઈ, હરેશભાઈ રાવલ અને ધીરુભાઈ બારોટે વિવિધ સાહિત્યિક અને સંગીતમય રચનાઓ દ્વારા ઉપસ્થિતોને ભાવવિભોર કરી દીધા હતા. કાર્યક્રમમાં પાયોનિયર ડાન્સ એકેડમીના તાલીમાર્થીઓ દ્વારા મનોહર ગરબા પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. બોટાદના નાગરિકો, અધિકારીઓ અને આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહી સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.

Related posts

Leave a Comment