હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના 79 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ભાવનગર જિલ્લાની વર્ષ-2024-25 ની વિકાસ વાટિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર વિકાસ વાટિકા પુસ્તિકા-2024-25નું પ્રકાશન નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી અને જિલ્લા આયોજન અધિકારીના પરામર્શ અને સહયોગથી કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક રેસુંગ ચૌહાણ અને સિનિયર સબ એડિટર સુનિલ મકવાણા તથા માહિતી મદદનીશ કૌશિક શિશાંગીયા દ્વારા સંપાદિત કરાયેલ આ પુસ્તકમાં ભાવનગર જિલ્લાનો ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસની સફળવાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
