”મેરી કહાની, મેરી જુબાની…”
હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લા સહિત સમગ્ર દેશમાં હજારો લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઘર આંગણે જ મળી રહ્યો છે. જામનગર તાલુકાના હાપા ગામના લાભાર્થી ઉષાબેન કનેજા અત્યારે સખી મંડળમાં સદસ્ય છે, અને તેમની સાથે અન્ય મહિલાઓને તેમણે પગભર બનવા માટે પ્રેરણા પુરી પાડી છે.
લાભાર્થી ઉષાબેન કનેજાએ જણાવ્યું હતું કે, ”હું હાપા ગામમાં ચાલતા સખી મંડળમાં સદસ્ય છું. મારી સાથે અન્ય મહિલાઓને મેં સખી મંડળમાં સભ્ય બનવા માટે પ્રેરિત કર્યા છે. જેનાથી મારા સહિત અન્ય મહિલાઓને સ્વરોજગારી પ્રાપ્ત થઈ છે. અમને લોકોને માત્ર હાપા ગામ જ નહિ, પરંતુ રાજ્યભરમાં વિવિધ સ્થળોએ જવાની તક સાંપડી છે, અને અમને લોકોને વિવિધ પ્રકારની તાલીમ પ્રાપ્ત થઈ છે. અમને રિવોલ્વીંન્ગ ફંડમાંથી સહાય પ્રાપ્ત થઈ છે. મને અને મારા મંડળને સહાય પ્રાપ્ત થવા બદલ રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.