હિન્દ ન્યુઝ, રાજકોટ કલેકટર પ્રભવ જોશીના આદેશથી ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૧૦ પૈકી ૧ કે જે જમીન જંગલ ખાતાને ભાદર -૨માં જંગલખાતાની જમીન સંપાદન કરવામાં આવેલ તેની જગ્યાએ ફાળવવામાં આવેલ છે તે જમીનમાં ૧૫૦ ચો.મી.ના ૪ ગોડાઉનનું દબાણ દૂર કરવામાં આવેલ છે. જેની બજાર કિંમત અંદાજીત રૂ.૧૦,૦૦,૦૦૦/- જણાઈ છે. પ્રાંત અધિકારી ધોરાજી, મામલતદાર ધોરાજી તથા મામલતદાર ઓફિસ સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત સાથે ૧૫૦ ચો. મી. જમીન પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ બાકી રહેલ જમીન પર થયેલ દબાણ બાબતે કાયદાકીય પ્રક્રિયા…
Read MoreDay: December 26, 2024
પાટણવાવ સ્થિત ઓસમ ડુંગરના સાનિધ્યમા પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્ય સરકાર દ્રારા પાટણવાવ સ્થિત ઓસમ ડુંગરના સાનિધ્યમા પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામા ઘવાયેલા સ્પર્ધકોની જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા સારવાર કરવામા આવી હતી. સ્પર્ધામાં સહભાગી થયેલા સ્પર્ધકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમા અન્ય સવલતોની સાથે આરોગ્યની વિવિધ ૭ ટીમ સમગ્ર રૂટપર ખડેપગે તૈનાત હતી. ૩૫૨ સ્પર્ધકો પૈકી સાત સ્પર્ધકોને સામાન્ય ઈજા થઈ હતી, જેમાં એક સ્પર્ધકનું સુગર લેવલ ઓછું થઈ જતા રૂટ પર તૈનાત આરોગ્યની ટીમે સમય સૂચકતા સાથે તુરંત સારવાર આપી હતી. સ્પર્ધામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. જાગૃતિ…
Read Moreઓસમ ડુંગર ખાતે ઓસમ આરોહણ-અવરોહણ હરિફાઈ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ પાટણવાવ સ્થિત ઓસમ ડુંગર ખાતે ઓસમ આરોહણ-અવરોહણ હરિફાઈ યોજાઈ હતી. આ હરિફાઈમા ઉપસ્થિત રહેલા સ્પર્ધકો તેમજ નાગરિકો રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓથી વાકેફ થયા હતા. માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત ગુજરાત પાક્ષિક તેમજ અન્ય પુસ્તિકાઓ વિતરણ કરાઇ હતી. પ્રાદેશિક માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, વંચિતોનો વિકાસ, ખેડૂત કલ્યાણ લક્ષી યોજનાઓ સહિત પુસ્તિકાઓ વિતરણ કરી આ પુસ્તિકાઓની ઉપયોગિતા સમજાવી હતી. આ તકે વિવિધ જિલ્લામાંથી આવેલા સ્પર્ધકો તેમના વાલીઓ તેમજ પાટણવાવથી ઉપસ્થિત રહેલા ગ્રામજનોએ માહિતી ખાતાનો તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Moreરાજ્ય સરકાર દ્વારા ગિરનાર, ઓસમ, ચોટીલા સહિતના સ્થળોએ આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજી રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, રાજકોટ પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા ભાઈઓમા પ્રથમ નંબર મેળવનાર પીયુષ બારૈયાએ ૯ મિનિટ ૧૩ સેકન્ડમા સ્પર્ધા પૂર્ણ કરી હતી. જ્યારે બહેનોમાં વિંછીયા તાલુકાના વાંગધ્રાની બાવળીયા ત્રીશાએ ૧૨ મિનિટ ૭ સેકન્ડમા ઓસમ પર્વત સર કરી પ્રથમ નંબર હાસલ કરી નવું કીર્તિમાન સ્થાપિત કરવાની સિધ્ધિ મેળવી હતી. પીયુષ બારૈયા હર્ષ સાથે કહે છે કે, રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં જુના રેકોર્ડ તોડી પ્રથમ નંબર સ્થાપિત કરવાનો મને ખુબ જ આનંદ છે. ગત વર્ષે પણ મેં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેનો અનુભવ તથા જીતવાની ધગશથી આ વખતે મેં રેકોર્ડ…
Read Moreભારતરત્ન, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ ભારતરત્ન, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે, આજે રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં આજે શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરીંગ કચેરી તરીકે પસંદ પામેલી ત્રણ સરકારી કચેરીનું જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે, સ્વર્ણિમ સંકુલ-૧ના નર્મદા હૉલ ખાતે સુશાસન દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સવારે ૧૧:૦૦ કલાકથી શરૂ થઈ હતી. આ કાર્યક્રમમાં રાજકોટથી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ તકે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ રાજકોટ જિલ્લામાં વહીવટી કામગીરી તેમજ યોજનાઓના અમલમાં…
Read Moreકેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે ‘સહકારથી સમૃદ્ધિ’ની પહેલને સાકાર
હિન્દ ન્યુઝ, રાજકોટ કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે ‘સહકારથી સમૃદ્ધિ’ની પહેલને સાકાર કરવા આજે દેશભરમાં ૧૦ હજાર જેટલી કાર્યકારી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી, દૂધ તેમજ મત્સ્ય સહકારી મંડળીઓનો દિલ્હીથી પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરથી આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો જોડાયા હતા. રાજકોટ જિલ્લાના જનપ્રતિનિધિઓ, સહકારી અગ્રણીઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. ‘સહકારથી સમૃદ્ધિ’ ઝુંબેશ અંતર્ગત આજે રાજકોટ જિલ્લાનો કાર્યક્રમ રાજકોટ જિલ્લા સહકારી બેન્ક ખાતે યોજાયો હતો. આ તકે સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય તથા રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન જયેશભાઈ રાદડિયા સહિતના…
Read Moreરાજકોટ ખાતે સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીશન
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીશન કરીને જગ્યાઓ દબાણમુક્ત કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના દેવગામ ગામે રાજકોટ-કાલાવડ મેઈન રોડ ઉપર આવેલ સરકારી ખરાબાની જમીન રેવન્યુ સ.નં.૪૦ અને સ.નં.૮૧ ની જમીન આશરે ૨૫૦૦ ચો.મી. માં જુદી-જુદી કુલ-૪ હોટેલ કરી અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. ૩ કરોડની કિંમતની ૨૫૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી. અનઅધિકૃત…
Read Moreજિલ્લારાજકોટ ખાતે કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોજાયેલ આ કાર્યક્રમમાં નવા ૭ પ્રશ્નો તેમજ ૮ પેન્ડીંગ પ્રશ્નોની સમીક્ષા કરવામા આવી હતી. નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે સ્થાનિક કક્ષાએ તાલુકા તેમજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. આ ઉપરાંત, રાજ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ પણ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાય છે. ત્યારે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં ટી.પી. શાખાને લગતા પ્રશ્ન, સિંચાઈ વિભાગ માર્ગ અને મકાન વિભાગ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, નેશનલ…
Read Moreઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની પ્રેરક ઉપસ્થિતિમાં એમ.એસ.યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે
હિન્દ ન્યુઝ, વડોદરા ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ના અધ્યક્ષસ્થાને આગામી તા.૨૯/૧૨/૨૦૨૪ના રોજ એમ એસ યુનિવર્સિટીના વાર્ષિક પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ પદવીદાન સમારોહ બાદ ઉપ રાષ્ટ્રપતિ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેનાર છે. ઉપરાષ્ટ્રપતિની વડોદરા જિલ્લાની મુલાકાત દરમિયાનની આનુસંગિક વ્યવસ્થાઓના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને પ્રોટોકોલ મુજબ કામ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નિવાસી અધિક કલેકટર બી.એસ પટેલે સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલી…
Read Moreવડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશમાં ૫૦ હજાર ગામોના ૫૮ લાખ મકાનમાલિકોને પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, બારડોલી બારડોલી ખાતે મિલકતોના પ્રોપર્ટી કાર્ડ વિતરણનો સુરત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે સુરત જિલ્લાના ૫૪ ગામોના ૬૫૮૫ મિલકતધારકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાશે પ્રોપર્ટી કાર્ડ મળવાથી માલિકીહક્ક દર્શાવતો કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે
Read More