કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે ‘સહકારથી સમૃદ્ધિ’ની પહેલને સાકાર

હિન્દ ન્યુઝ, રાજકોટ

    કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે ‘સહકારથી સમૃદ્ધિ’ની પહેલને સાકાર કરવા આજે દેશભરમાં ૧૦ હજાર જેટલી કાર્યકારી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી, દૂધ તેમજ મત્સ્ય સહકારી મંડળીઓનો દિલ્હીથી પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરથી આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો જોડાયા હતા. રાજકોટ જિલ્લાના જનપ્રતિનિધિઓ, સહકારી અગ્રણીઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.

‘સહકારથી સમૃદ્ધિ’ ઝુંબેશ અંતર્ગત આજે રાજકોટ જિલ્લાનો કાર્યક્રમ રાજકોટ જિલ્લા સહકારી બેન્ક ખાતે યોજાયો હતો. આ તકે સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય તથા રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન જયેશભાઈ રાદડિયા સહિતના મહાનુભાવોના હસ્તે રાજકોટ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સહકારી મંડળીઓને આર્થિક રીતે સદ્ધર બનાવવા સી.ઓ.પી. સહાય તેમજ અન્ય લાભાર્થીઓને ૨૫ ટકા ગોડાઉન સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment