ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની પ્રેરક ઉપસ્થિતિમાં એમ.એસ.યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે

હિન્દ ન્યુઝ, વડોદરા

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ના અધ્યક્ષસ્થાને આગામી તા.૨૯/૧૨/૨૦૨૪ના રોજ એમ એસ યુનિવર્સિટીના વાર્ષિક પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ પદવીદાન સમારોહ બાદ ઉપ રાષ્ટ્રપતિ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેનાર છે. ઉપરાષ્ટ્રપતિની વડોદરા જિલ્લાની મુલાકાત દરમિયાનની આનુસંગિક વ્યવસ્થાઓના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને પ્રોટોકોલ મુજબ કામ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

નિવાસી અધિક કલેકટર બી.એસ પટેલે સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પારેખ, પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment