“નિદાન: સંભાળ માટેનું પ્રથમ પગલું” થીમ અન્વયે વિશ્વભરમાં જાગૃતિ સંદેશ

હિન્દ ન્યુઝ, બોટાદ      સમગ્ર વિશ્વમાં ૧૭ એપ્રિલના રોજ વર્લ્‍ડ ફેડરેશન ઓફ હિમોફીલિયા દ્વારા ‘‘વિશ્વ હિમોફીલિયા દિવસ‘‘ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “નિદાન: સંભાળ માટેનું પ્રથમ પગલું” થીમ અન્વયે વિશ્વભરમાં જાગૃતિ સંદેશ આપવામાં આવશે.          તો ચાલો હિમોફીલિયા વિશે જાણકારી મેળવીએ, હિમોફીલિયા એ એક પ્રકારનો આનુવંશિક રોગ છે, જેમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. માનવ શરીરના ૧૩ પ્રકારના ઘટકો (પ્રોટીન્સ) પૈકી કોઇ પણ એક પ્રોટીનની ખામીના લીધે રક્તસ્ત્રાવ થાય છે. અસહ્ય દુ:ખાવો, વધારે સોજો અને હંગામી કે કાયમી ધોરણે વિકલાંગતાથી પીડાતા હોય…

Read More

આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્ર અને મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવત

હિન્દ ન્યુઝ, આણંદ     ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા 111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે કલેકટર કચેરી, ત્રીજા માળે, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ સેન્ટર, 1950 હેલ્પલાઇન, વોટર હેલ્પ ડેસ્ક, Cvigil મોનિટરિંગ સેન્ટર અને ટોલ ફ્રી નંબર 1800 425 2560 શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજા માળે મીડિયા મોનિટરીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. આ સેન્ટર ખાતે…

Read More

આણંદ જિલ્લામાં ‘બાળલગ્ન મુક્ત આણંદ અભિયાન’ હેઠળ તંત્ર સજ્જ

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લામાં આગામી તા. ૧૯/૦૪/૨૦૨૬, રવિવારના રોજ ‘અખાત્રીજ’ (અક્ષય તૃતીયા)ના પવિત્ર અવસરે મોટા પાયે લગ્નોનું આયોજન થનાર છે. આ લગ્નસરાની મોસમમાં જિલ્લામાં એક પણ બાળલગ્ન ન થાય તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા “બાળલગ્ન મુક્ત આણંદ અભિયાન” અંતર્ગત વિશેષ સજાગતા રાખવામાં આવી રહી છે. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, બાળલગ્નમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા તમામ શખ્સો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ, ૨૧ વર્ષથી નીચેનો યુવક અને ૧૮ વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા કે કરાવવા…

Read More

મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લામાં 111-ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ ગુરૂવારના રોજ યોજવામાં આવનાર છે. મતદાનનાં દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા – ૧૯૪૮ હેઠળનાં નોંધાયેલા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અઘર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પર કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫ (બી) મુજબ આવા કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાનાનાં શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ/સાઇટના કામ કરતાં શ્રમયોગીઓને સવેતન રજા આપવાની…

Read More

ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં તા. ૨૩ એપ્રિલે મતદાનના દિવસે જાહેર રજા રહેશે

હિન્દ ન્યુઝ, ઉમરેઠ     ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી તા. ૨૩ એપ્રિલના રોજ પેટા-ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીને ધ્યાને રાખીને ઉમરેઠ મતવિસ્તારના કર્મચારીઓ કોઈપણ અવરોધ વગર લોકશાહીના પર્વમાં સહભાગી થઈ મતદાન કરી શકે તે માટે મતદાનના દિવસ એટલે કે, ૨૩ એપ્રિલના રોજ રજા જાહેર કરવામાં આવી છે તેમ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે. વધુમાં મતવિભાગમાં રહેતા અને મતાધિકાર ધરાવતા મતદારોની કચેરી અથવા કામનું સ્થળ તે વિસ્તારની બહાર હોય તેવા કિસ્સામાં આ જાહેર રજા તેમને સીધી રીતે લાગુ પડતી નથી. આથી, દરેક મતદાર પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરી શકે તે…

Read More

પાલીતાણા ખાતે યોજાનાર અખાત્રીજના જૈન મેળામાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે “નો પાર્કિંગ” અંગે જાહેરનામુ બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, પાલીતાણા     આગામી તા. ૧૯/૦૪/૨૦૨૬ થી તા. ૨૦/૦૪/૨૦૨૬ ના રોજ અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુસર પાલીતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીનાં જાહેર રોડની બંને સાઈડમાં તા. ૧૯/૦૪/૨૦૨૬ થી તા. ૨૦/૦૪/૨૦૨૬ (દિન-ર) માટે વાહન પાર્કીંગ ન કરેતે માટેનું “નો પાર્કીંગ” નું જાહેરનામું પ્રસિધ્ધ કરવા ઉચિત જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીનાં જાહેર રોડની બંને સાઈડમાં…

Read More

ભાવનગર જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ તા. ૩૦ એપ્રિલના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લા કક્ષાનો એપ્રિલ 2026 નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૩૦/૦૪/૨૦૨૬ (ગુરૂવાર) ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે.  આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૨૦/૦૪/૨૦૨૬ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.

Read More

ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે મતદાન અને મતગણતરીના દિવસે ‘ડ્રાય ડે’ જાહેર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથમાં      સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-૨૦૨૬ના કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ જિલ્લા પંચાયત તથા તમામ તાલુકા પંચાયતો અને વેરાવળ-પાટણ, ઉના, સુત્રાપાડા અને તાલાલા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેની મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા ‘ડ્રાય ડે’ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચૂંટણી સંદર્ભે ન્યાયી પ્રક્રિયા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે તેમજ ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૦૦૫ મતદાન મથકો પર તા.૨૬ એપ્રિલના રોજ મતદાન યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-૨૦૨૬ના કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ જિલ્લા પંચાયત તથા તમામ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે. ચૂંટણીલક્ષી તૈયારીઓની વિગતો આપતા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સમગ્ર રીતે સજ્જ છે. સમગ્ર જિલ્લામાં કુલ ૧૦૧૦ મતદાન મથકો છે. જે પૈકી બિનહરીફ થયેલી પાંચ સીટો બાદ કરતા સમગ્ર…

Read More

કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સંવેદનશીલ/અતિસંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવા અંગેની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ (કોડીનાર સિવાયની) આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આવેલા કુલ મતદાન મથકો પૈકી સંવેદનશીલ/અતિસંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવા અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચાર કરતા વધુ પોલિંગ બૂથ હોય તેવા મથકોને સંવેદનશીલ ગણવા, પોલીસ તરફથી ચૂંટણી પ્રક્રિયાને અનુલક્ષીને કરવામાં આવેલી વ્યવસ્થાઓ, મતદારોને અગવડ ન પડે તે સારુ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જરુર પડે તેવા બૂથોને સંવેદનશીલ જાહેર કરવા, વિવિધ મતદાન કેન્દ્રો અને ચૂંટણી દરમિયાન અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.…

Read More