હિન્દ ન્યુઝ, ગાંધીનગર પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્ત્વપૂર્ણ પહેલ. ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં; આ સેવા પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાશે. પેન્શનરોને તા. 1 મેથી 31 જુલાઈ, 2026 દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા અપાશે, જેથી ગુજરાતના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે; અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનધારકોને પણ આ સેવાનો લાભ મળશે. જીવન પ્રમાણપત્ર માટે…
Read MoreDay: April 30, 2026
વલસાડ જિલ્લા પંચાયત હસ્તકની મહિલા અને બાળ વિકાસ શાખા દ્વારા જિલ્લા કક્ષાના એક વિશેષ વર્કશોપનું આયોજન
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લા પંચાયત હસ્તકની મહિલા અને બાળ વિકાસ શાખા દ્વારા જિલ્લા કક્ષાના એક વિશેષ વર્કશોપનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં જિલ્લાના આંગણવાડી કેન્દ્રોની કામગીરી અને પોષણક્ષમ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપના મુખ્ય ચર્ચાના વિષયોમાં કુપોષણ મુક્ત જિલ્લાનું લક્ષ્ય, CMAM અને EGF માર્ગદર્શિકા, આંગણવાડી સુધારણા, ડિજિટલ ગવર્નન્સનો સમાવેશ થયો હતો.
Read Moreખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આણંદ તથા આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સંયુક્ત ઉપક્રમે 10 જિલ્લાના બી.આર.સી. (Bio-Resource Center) યુનિટ ધરાવતા ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ.
Read Moreજામનગરમાં ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ અભિયાન અંતર્ગત સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા સતત ૩૧ દિવસ સુધી જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર ખાતે સ્થિત સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ‘વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ૨૦૨૬’ ની ઉજવણીના ભાગરૂપે “A Happy Mouth is… A Happy Life” થીમ હેઠળ ૩૧ દિવસીય જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ આ અભિયાન હેઠળ નાગરિકોને મૌખિક આરોગ્યનું મહત્વ, તમાકુના દૂષણથી સમાજને દૂર રાખવા અને સ્વસ્થ જીવનશૈલી માટે જનતાને પ્રેરિત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ ભગીરથ કાર્ય માટે સંસ્થા દ્વારા બે મહિના અગાઉથી જ માઈક્રો પ્લાનિંગ કરી ડોક્ટરો, સ્ટાફ અને વિદ્યાર્થીઓની ૧૦ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આ…
Read More૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી : ¤ તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનતાએ અમને પ્રચંડ સમર્થન આપીને વિશ્વાસ અકબંધ રાખ્યો છે, આ પ્રેમનો નતમસ્તકે અમે ઋણ સ્વીકાર કરીએ છીએ ¤ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ થકી શરૂ થયેલી ‘વાઈબ્રન્ટ સમિટ’ની સતત સફળતાને પગલે ગુજરાત આજે ‘ગ્લોબલ ગેટ-વે ટુ ધી ફ્યુચર’ અને દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય બન્યું ¤ ઇન્ફ્રાસ્ટક્ચર ડેવલપમેન્ટના ધ્યેય સાથે સુરત અને તેની આસપાસના વિસ્તાર માટે ‘સુરત ઈકોનોમિક રિજીયન ડેવલોપમેન્ટ પ્લાન’ તૈયાર : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે નવા 6 રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન…
Read Moreઆઈ.સી.ડી.એસ. (ICDS) જૂનાગઢ-૨ ઘટક દ્વારા પોષણ અભિયાન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ આઈ.સી.ડી.એસ. (ICDS) જૂનાગઢ-૨ ઘટક દ્વારા પોષણ અભિયાન અંતર્ગત ડુંગરપુર સેજાના ઈવનગર આંગણવાડી કેન્દ્ર-૪ ખાતે ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક માતાઓ અને બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડીના લાભાર્થી બહેનોએ સરકાર દ્વારા મળતા THR (ટેક હોમ રાશન) અને મિલેટ્સ (શ્રી અન્ન) નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ પ્રદર્શિત કરી હતી. પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે દ્વારા ઉપસ્થિત તમામ બહેનોને મિલેટ (જાડા ધાન્ય) ના આરોગ્યપ્રદ…
Read Moreઆગામી તારીખ 6 થી 8 મે દરમિયાન ત્રિમંદિર, અડાલજ ખાતે મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનું આયોજન થનાર છે.
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આ કાર્યક્રમની સુચારુ તૈયારીઓના ભાગરૂપે આજે માનનીય અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) શ્રીમતી જયંતી રવિના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા શિબિરના સુવ્યવસ્થિત સંચાલન માટે જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓની સમીક્ષા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
Read Moreજિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદોની સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન જમીન માપણી જમીનમાં બિનખેતી સુધારા બાબત તેમજ આકરણી પ્રકિયા સહિતના મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપતા ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને…
Read More