ગુજરાત સરકારના પેન્શનરો માટે ખુશખબર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્ત્વપૂર્ણ પહેલ.

ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં; આ સેવા પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાશે.

પેન્શનરોને તા. 1 મેથી 31 જુલાઈ, 2026 દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા અપાશે, જેથી ગુજરાતના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે; અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનધારકોને પણ આ સેવાનો લાભ મળશે.

જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે, બાદમાં પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાશે.

Related posts

Leave a Comment