વલસાડ જિલ્લા પંચાયત હસ્તકની મહિલા અને બાળ વિકાસ શાખા દ્વારા જિલ્લા કક્ષાના એક વિશેષ વર્કશોપનું આયોજન

હિન્દ ન્યુઝ, વલસાડ

વલસાડ જિલ્લા પંચાયત હસ્તકની મહિલા અને બાળ વિકાસ શાખા દ્વારા જિલ્લા કક્ષાના એક વિશેષ વર્કશોપનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં જિલ્લાના આંગણવાડી કેન્દ્રોની કામગીરી અને પોષણક્ષમ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપના મુખ્ય ચર્ચાના વિષયોમાં કુપોષણ મુક્ત જિલ્લાનું લક્ષ્ય, CMAM અને EGF માર્ગદર્શિકા, આંગણવાડી સુધારણા, ડિજિટલ ગવર્નન્સનો સમાવેશ થયો હતો.

Related posts

Leave a Comment