વડોદરામાં ભાજપના કાઉન્સિલરના જન્મ દિવસનો જમાવડો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, ખાનગી કંપનીએ આપેલુ અનાજ વહેંચ્યું

હિન્દ ન્યૂઝ, વડોદરા,

રાજ્યભરમાં કોરોના મહામારી દરમિયાન ભાજપના નેતાઓ બેફિકરા બન્યા છે. કોરોના મહામારી વચ્ચે કાર્યક્રમો યોજીને કોરોના સંક્રમણ વધારવાનું કામ કરી રહ્યા છે. વડોદરા શહેરના ભાજપના કાઉન્સિલર મનીષ પગારે જન્મદિવસે કરેલા તાયફામાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા. અનાજની કીટ લેવા માટે ગરીબ મહિલાઓ ઉમટી પડી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયુ નહોતુ. આ કાર્યક્રમમાં અકોટા વિસ્તારના ભાજપના ધારાસભ્ય સીમાબેન મોહિલે પણ હાજર રહ્યા હતા. વડોદરા શહેરના વોર્ડ નં-12ના કાઉન્સિલરનો જન્મદિવસ હોવાથી ગરીબ લોકોને અનાજની કીટના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાઉન્સિલર મનીષ પગારે પોતાના જન્મદિને ખાનગી કંપનીએ આપેલુ અનાજ વહેંચ્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની ઐસી-તૈસી કરી નાખી હતી. એક જ સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડતા કોઇ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાયુ નહોતું. અકોટા વિસ્તારના ભાજપના ધારાસભ્ય સીમાબેન મોહિલે આ કાર્યક્રમમાં હાજર હતા. તેમ છતાં ધારાસભ્ય સહિતના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું નહોતું અને લોકોને શીખ આપતા ભાજપનાં નેતાઓએ જ ન કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો.

રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Related posts

Leave a Comment