લવ જિહાદ મુક્ત નવરાત્રી માટે ‘હિન્દુ સેના’ જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, જામનગર

ગાયકો, મ્યુઝિક પાર્ટી, ઇલેક્ટ્રિક, મંડપ સર્વિસ, બાઉન્સર, સિક્યુરિટી હિન્દુ જ રાખવા હિન્દુ સેના દ્વારા આયોજકોને કડક શબ્દોમાં આપી ચેતવણી

       નવરાત્રી આવી રહી છે જેને લઇ ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જિહાદ ને લઈ જાગૃત્તા ચલાવાઇ રહી છે ત્યારે હિન્દુ સેનાએ પણ જામનગરમાં જામનગર હિન્દુ સેનાના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ તેમજ શહેર મંત્રી મયુર ચંદનની આગેવાનીમાં જાહેર માં રસ્તાઓ ચકાજામ કરી લવ જિહાદ લોકોને જાગૃત કરવા પત્રિકા વિતરણ કરી, આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જિહાદીને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાન ની શરૂઆત કરી દીધી છે.

      વધુમાં આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ દ્વારા દ્વારકા થી લઇ જામનગર, રાજકોટ, કર્ણાવતી, સુરત, બરોડા સુધી ગુજરાતનાં લગભગ જિલ્લાઓમાં ગરબા આયોજકોને ગરબાની અંદર આવતા લોકો કે ખેલૈયા ના આઈ.ડી. પ્રુફ તપાસવા, વિધર્મીને ગરબામાં આવવા પર પ્રતિબંધ મૂકવો તેમજ આવતા લોકોને કપાડે કંકુનું તિલક, માથા પર ગૌમૂત્ર નો છંટકાવ અને માતાજીની પ્રસાદી ખાસ આપવા તેવી અપીલ કરી હતી અને ગુજરાતમાં ગરબા આયોજકોને હિન્દુ સેના દ્વારા ખુલ્લી ચેતવણી આપવામાં આવી હતી કે રાસ ગરબાઓની અંદર ગાયકો, મ્યુઝિક પાર્ટીઓ, ઈલેક્ટ્રીક, મંડપ સર્વિસ, સિક્યુરિટી સહિતના કામો બધા હિન્દુઓને જ આપવા અન્યથા કોઈ પણ અણછાજતા બનાવ બનશે તો તમામ જવાબદારી ગરબા સંચાલકોની અને આયોજકોની રહેશે તેવી ગર્ભિત ચેતવણી હિન્દુ સેનાએ આપી હતી. સુરત, બરોડા જેવા શહેરોમાં ગરબીઓમાં આધારકાર્ડ ફરજિયાત તપાસવું તેવા નિર્ણયો લેવાયા અને અધિકારીઓ દ્વારા વિધર્મીઓને ગરબીઓમાં ન પ્રવેશ આપવાની નિવેદનો અપાયા હોય ત્યારે અનેક એવા શહેરોમાં બનતા બનાવોને અને લવ જીહાદને રોકવા માટે હિન્દુ સેના દ્વારા પણ ગરબા આયોજકો અને સંચાલકોને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સેના અશોકભાઈ સોલંકી સહિતના જિલ્લા યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, યુવા પ્રમુખ યશાંક ત્રિવેદી, કિશન નંદા, ઓમ ભાનુશાળી, કરણ દવે, રામુ, ભાલો, ગૌરવ ભવનાણી, સંજયભાઈ, ઉમેશભાઈ, રાજ ચારણ મીડિયા સેલના મેહુલ મહેતા સહિતના અનેક હિન્દુ સેના સૈનિકો લવ જીહાદ જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા.

Related posts

Leave a Comment