દિયોદર માર્કેટ યાર્ડ માં ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી થવા પામી આઠ વર્ષ બાદ ભાજપ સતા મેળવી

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી માં આઠ વર્ષ બાદ ખેડૂત વિભાગ માંથી 10 બેઠકો ભાજપ પ્રેરિત ઈશ્વરભાઈ તરક પરિવર્તન પેનલ નો વિજય થવા પામ્યો હતો. જેમાં 23/10/2020 ના રોજ દિયોદર APMC ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે બેઠક યોજાઇ હતી. જેમાં એક પણ ફોર્મ સામે પક્ષ માંથી રજૂ ના થતા માર્કેટ યાર્ડ માં ભાજપ પ્રેરિત ઈશ્વરભાઈ તરક ની વરણી થવા પામી હતી, તેમજ વાઇસ ચેરમેન તરીકે ભાજપ ના આગેવાન પરાગભાઈ જોષી ની વરણી થતા સહુ કોઈ એ શુભેચ્છા પાઠવી હતી. આ બાબતે ચેરમેન તરીકે વરણી થયેલ ઈશ્વરભાઈ તરકે જણાવેલ કે બહુમતી થી વિજય થયા બાદ આજે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે અને પરાગભાઈ જોષી ને વાઇસ ચેરમેન તરીકે વરણી થયેલ છે જેમાં તમામ મતદાર ભાઈ અને ભાજપ ના દરેક આગેવાનો નો આભાર વ્યક્ત કરેલ છે અને આગામી સમય સહુ સાથ અને સહુ નો વિકાસ ની સાથે સત્તા પર રહી ફરજ નિભાવીશું. એવું જણાવ્યું હતું.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment