હિન્દ ન્યુઝ, દિયોદર
બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માં આજે અર્બુદા સેના ના નેજા હેઠળ આંજણા ચૌધરી સમાજ નું વિશાળ સંમેલન યોજાયું હતું જેમાં સમાજ ની એકતા અને અસ્મિતા ને ઉજાગર કરવા ની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સંમેલન માં ઉપસ્થિત રહેલ દૂધ સાગર ડેરી ના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા માં દસ હજાર જેટલી ગાયો ના લંપી ના કારણે મોત થયું છે સરકારે ગાયો ની મદદ કરવી જોઈએ વધુ માં જેમણે જણાવ્યું હતું કે અર્બુદા સેના છેવાડા ના માનવી સુધી જઈ ગાંધી ચીંધ્ય માર્ગે લોકો ના કામ કરશે વિપુલ ચૌધરીએ વધું માં જણાવ્યું હતું કે વિસનગર નું વહીવટી તંત્ર અર્બુદા સેના ને વિસનગર માં રેલી કાઢવા માટે મંજૂરી નથી આપતું પણ જેમને ભાજપ ટિકિટ આપશે તો જેઓ વિસનગર બેઠક ઉપર વિધાનસભા ની ચૂંટણી લડવા નો હુંકાર કર્યો હતો અર્બુદા સેના ના મહા સંમેલન માં દિયોદર લાખણી તેમજ કાંકરેજ તાલુકા માંથી મોટી સંખ્યા માં આંજણા ચૌધરી સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ : કનુભાઈ જોષી, દિયોદર