36મી નેશનલ ગેમ્સ 2022ના મેસ્કોટની વિશેષતા

હિન્દ ન્યુઝ, ભાવનગર

મેસ્કોટ રમતવીરના સૌથી મહત્ત્વપૂર્ણ ગુણોને દર્શાવે છે. આત્મવિશ્વાસ, ઉત્સાહ, પ્રેરણાની મજબૂત ભાવના, જીતવાની પ્રબળ ઇચ્છાશક્તિ, ધ્યાન, સહજ નેતૃત્વશક્તિ અને સંકલ્પબળ જેવા ગુણો રમતવીરની ઓળખ સમાન છે. પર્ફેક્શનનો આગ્રહ અને લડવાનો જુસ્સો જ માસ્કોટને વ્યાખ્યાયિત કરે છે. નેશનલ ગેમ્સનો મેસ્કોટ ભારતના સાંસ્કૃતિક વારસાની સાથે સાથે ઝડપથી વિકસી રહેલા ભારતને ફરીથી વૈશ્વિક નેતા બની રહ્યાની ઝલક દર્શાવે છે. આ મેસ્કોટ વિકાસ અને અર્થતંત્રના ક્ષેત્રમાં ગુજરાતની ગર્જનાનો પડઘો પણ પાડે છે. છેલ્લા 25 વર્ષોમાં ગુજરાત રાજ્યે રમતગમતનું વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, પરિણામે ભારતના રમતગમત ક્ષેત્રે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રદર્શનમાં આક્રમકતા અને બહારથી સૌમ્યતા દર્શાવવા સાથે સાંસ્કૃતિક પ્રતીક સમો આ નેશનલ ગેમ્સનો મેસ્કોટ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સરીખા અનેક મહાન નેતાઓના ગુણો દર્શાવે છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment