ચા અને પાનની દુકાન દ્વારા કરવામાં આવતું ન્યુસન્સ અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચકાસણી ઝુંબેશ

હિન્દ ન્યુઝ, રાજકોટ

      રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૧૨/૧૦/૨૦૨૩ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.૦૨, ૦૩, ૦૭, ૧૩, ૧૪ તથા ૧૭ ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન મધ્ય ઝોનના બજરંગવાડી, કસ્તુરબા રોડ, રેસકોર્ષ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કોઠારીયા રોડ, કનક રોડ, સહકાર રોડ, કૃષ્ણનગર મેઇન રોડ, મવડી રોડ, જંક્શન રોડ, ઢેબર રોડ, જયુબેલી રોડ વિસ્તારમાં કુલ-૫૧ આસામીઓ પાસેથી ૬.૫ કી.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ પાસેથી રૂ|.૧૮,૪૫૦/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પશ્ચિમ ઝોનના વોર્ડ નં.૦૧, ૦૮, ૦૯, ૧૦, ૧૧ તથા ૧૨ ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન પશ્ચિમ ઝોનના ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી રોડ, નાનામવા રોડ, યુનિવર્સીટી રોડ, વિસ્તારમાં કુલ-૨૪ આસામીઓ પાસેથી ૫.૫ કી.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ પાસેથી રૂ|.૧૪,૧૦૦/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પુર્વ ઝોનના વોર્ડ નં.૦૪, ૦૫, ૦૬, ૧૫, ૧૬ તથા ૧૮ ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન પુર્વ ઝોનના કુવાડવા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, ૮૦ ફૂટ રોડ, કોઠારિયા મેઈન રોડ, દેવપરા રોડ, રોલેક્ષ રોડ કોઠારિયા વિસ્તારમાં કુલ-૩૩ આસામીઓ પાસેથી ૩.૪ કી.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ પાસેથી રૂ|.૧૦,૫૦૦/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.

       ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર ની સુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર એન.આર.પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર પી.સી.સોલંકી, વી.એમ.જીંજાળા અને ડી.યુ.તુવરની આગેવાની હેઠળ એસ.આઇ. તથા એસ.એસ.આઇ. દ્વારા પ્રતિંબંધીત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.   

Related posts

Leave a Comment