હિન્દ ન્યુઝ, રાજકોટ
ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન-૨.૦ અંતર્ગતરાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની સ્વચ્છતા અનેસુંદરતામાં વધારો કરવાના આશય સાથે એક વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ છે. આ સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ તથા રોડની ખુબ જ સારી રીતે સફાઈ થાય તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ છે તેમ મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને સેનિટેશન સમિતિના ચેરમેન નીલેશભાઈ જલુએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

બહારગામથી આવતા લોકો જયારે રાજકોટ શહેરમાં પ્રવેશે ત્યારે માત્ર રાજકોટનો જ વિસ્તાર નહીં પરંતુ મહાનગરપાલિકાની હદ બહારનો વિસ્તાર પણ ચોખ્ખો લાગે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના મુખ્ય કુલ ૬ એન્ટ્રીપોઈન્ટ જેમાં (૧) ગોંડલ ચોકડી – કાંગશિયાળી થી ગોંડલ ચોકડી, (૨) કાલાવડ રોડ ન્યારી ડેમ પાટીયા થી જડુસ બ્રીજ (૩) પરાપીપળીયા થી માધાપર ચોકડી (૪) મોરબી રોડ –બેડી ચોકડી થી ગ્રીનલેન્ડ ચોકડી (૫) કુવાડવા રોડ -IOC ગેસના પ્લાન્ટ થી ગ્રીનલેન્ડ ચોકડી (૬) કોઠારિયા રોડ થી કોઠારિયા ગામ કુલ ૬ એન્ટ્રી પોઈન્ટની ૫ કી.મી સુધી સઘન સફાઈ કરવામાં આવેલ છે. આ એન્ટ્રી પોઈન્ટથી આગળજતા૫ કી.મી.નો વિસ્તાર રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ(“રૂડા”)ની હદ વિસ્તારમાં સમાવિષ્ટ થાય છે. આ વિસ્તારમાંપણ જે.સી.બીતથા સફાઈ કામદાર મારફતે સફાઈ કામગીરી કરાવવામાં આવેલ છે.

