હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ શહેરમાં દર વર્ષે નવરાત્રી નો તહેવાર ખૂબ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. રાજકોટ શહેરમાં આ વર્ષે નવરાત્રી તહેવાર દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર જનતાને થતી હેરાનગતી અટકાવવા માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૭૫૧ કલમ-૩૩(બેન),૩૬(છ) (ઐ),૪૮ તથા ૩૩(૬) મુજબ મળેલ સત્તાની રૂએ હું રાષ્ટ્ર ભાર્ગવ (આઇ.પી.એસ.) પોલીસ વિકાર, રાજકોટ શહેર. આથી હુકમ ફરમાવે છે કે, રાજકોટ શહેર વિસ્તારમાં તા.૧૫/૧૦/૨૦૨૩ થી ૨૪/૧૦/૨૦૨૩ સુધી નવરાત્રીના નવ દિવસ તથા દશેરાનો એક દિવસ દરમ્યાન કોઇપણ ખાનગી કે જાહેર સ્થળે રાત્રીના કલાક ૧૨ : ૦૦ વાગ્યા પછી કોઇપણ રાસ-ગરબા કે કાર્યક્રમમાં માઇક તથા લાઉડ સ્પીકર ચાલું રાખી શકાશે નહીં. માઇક તથા લાઉડ સ્પીકરનો ઉપયોગ નોઇસ પ્રોટ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રુલ્સ ૨૦૦૦ ની કલમ-પ(૨) (૩) ની જોગવાઇઓને આધીન તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા ક્રમાંક:એનવી-૧૦-૨૦૧૬-૧૩૩-ટી તા.૨૫/૦૯૨૨૦૨૪ ની જોગવાઇ મુજબ રાત્રીના બાર વાગ્યા સુધી કરવાની રહેશે ત્યારબાદ કોઇ પબ્લીક એડ્રેસ સીટમાં લાઉડ સ્પીકર વગાડવા નહીં, જે અંગેનું ના,૧૫/૧૦/૨૦૨૩ ના ક્લાક ૦૦/૦૦ થી તા.૨૪/૧૦/૨૦૨૩ ના કલાક ૨૪/૦૦ સુધીનું ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની ક્લમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ કલમ-૩૩(એન),૩૬(છ) (૨) ૩૮ તથા ૩૩૪૬) મુજબનું જાહેરનામું બહાર પાડેલ હોય, જેની નકલ આ સાથે રાખી મોકલેલ છે.