ખંભાળિયા ખાતે અબોલ પશુઓની સેવા અને સારવારમાં નિરંતર કાર્યરત એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ ને નવી સિધ્ધિ પ્રાપ્ત થઈ

હિન્દ ન્યુઝ, ખંભાળિયા  ખંભાળિયા ની જાણીતી પશુ સેવા સંસ્થા એ અવારનવાર નવી સિદ્ધિઓ હાંસિલ કરી સમગ્ર જિલ્લામાં અનોખો ઈતિહાસ રચ્યો છે.     છેલ્લા કેટલાક સમયથી અબોલ પશુઓની સેવા અને સારવારમાં નિરંતર કાર્યરત એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ એ અનેક સફળતાઓના શિખરો સર કર્યા છે. તાજેતરમાં વડોદરા ખાતે પ્રતિષ્ઠિત ગુજરાત ગૌરવ એવોર્ડ હાંસિલ કરીને સંસ્થાના કાર્યકરોમાં નવો ઉમંગ અને ઉત્સાહ જગાવ્યો છે.      અબોલ પશુઓની સેવા માટે સંસ્થાનો વધતો વ્યાપ અને કાર્ય પ્રત્યેની લાગણીને કારણે સમગ્ર જિલ્લામાંથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે, જે સંસ્થાને વધુ ઉત્તમ કાર્ય કરવા પ્રેરણા પૂરું…

Read More

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીની સમીક્ષા કરતા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા

હિન્દ ન્યુઝ, વડોદરા     વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની યોજાનારી ચૂંટણીમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ આજે તમામ પ્રતિપ્રેષક અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ મુદ્દાઓની ગહન સમીક્ષા કરી હતી.      પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને મતદાન મથકોને પૂરી પાડવામાં આવનાર સુરક્ષા વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી હતી. ખાસ કરીને એક જ સ્થળે વધુ મતદાન મથકો હોય ત્યાં મતદારોની વ્યવસ્થા વધુ સુદ્રઢ…

Read More

“નિદાન: સંભાળ માટેનું પ્રથમ પગલું” થીમ અન્વયે વિશ્વભરમાં જાગૃતિ સંદેશ

હિન્દ ન્યુઝ, બોટાદ  સમગ્ર વિશ્વમાં ૧૭ એપ્રિલના રોજ વર્લ્‍ડ ફેડરેશન ઓફ હિમોફીલિયા દ્વારા ‘‘વિશ્વ હિમોફીલિયા દિવસ‘‘ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “નિદાન: સંભાળ માટેનું પ્રથમ પગલું” થીમ અન્વયે વિશ્વભરમાં જાગૃતિ સંદેશ આપવામાં આવશે.          તો ચાલો હિમોફીલિયા વિશે જાણકારી મેળવીએ, હિમોફીલિયા એ એક પ્રકારનો આનુવંશિક રોગ છે, જેમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. માનવ શરીરના ૧૩ પ્રકારના ઘટકો (પ્રોટીન્સ) પૈકી કોઇ પણ એક પ્રોટીનની ખામીના લીધે રક્તસ્ત્રાવ થાય છે. અસહ્ય દુ:ખાવો, વધારે સોજો અને હંગામી કે કાયમી ધોરણે વિકલાંગતાથી પીડાતા હોય છે. સાંધાના…

Read More

ભાવનગર જિલ્લામાં અખાત્રીજના લગ્નોત્સવમાં બાળ લગ્ન મામલે તંત્રની બાજ નજર રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર    ભાવનગર જિલ્લામાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને ખાસ કરીને અખાત્રીજ (અક્ષય તૃતીયા)ના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં લગ્નસમારંભો યોજાનાર છે. આ પ્રસંગે જિલ્લામાં કોઈપણ પ્રકારના બાળલગ્ન ન થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ સજાગતા રાખવામાં આવનાર છે.બાળલગ્નમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ગોરમહારાજ, રસોયા, મંડપ ડેકોરેશન, ડી.જે., બેન્ડબાજા, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર સહિતનાઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.     આ અંગે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધીકારીએ જણાવ્યું કે, સમુહલગ્નનાં આયોજકો તથા વર-કન્યાના માતા-પિતા સહીત અન્ય લોકો…

Read More

મતદાનના દિવસે હીટવેવની અસરને ધ્યાને લઈ મતદાન મથકો ખાતે ઓઆરએસના પેકેટ મૂકવામાં આવશે

હિન્દ ન્યુઝ, આણંદ   ઉનાળાની ઋતુ દરમિયાન સામાન્ય તાપમાનથી વધુની સંભાવનાને કારણે હિટવેવ વધુ મજબૂત અને લાંબા સમય સુધી પરિવર્તિત થઈ શકે છે.     આણંદ જિલ્લામાં આગામી તારીખ 23મી એપ્રિલના રોજ યોજાનાર ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અને તારીખ 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત હીટવેવની અસરને નિવારવા માટેના પગલાં લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જણાવ્યું છે.   જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ આગામી 23 મી એપ્રિલ ના રોજ યોજાનાર ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અને તારીખ 26 એપ્રિલના રોજ યોજાનાર…

Read More

ઉમરેઠમાં સ્વીપ અંતર્ગત યુવાઓનું મતદાર જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી આગામી તા.૨૩મી એપ્રિલના રોજ યોજાનાર છે. આ પેટા ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભાના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરી એ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે.             સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી દ્વારા ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં મતદાર જાગૃતિ અર્થે ઉમરેઠ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ‘વૃક્ષારોપણ’ થકી પર્યાવરણના જતનની સાથે ‘મતદાન જાગૃતિ’ નો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો.    …

Read More

ઉમરેઠમાં SNDT ગ્રાઉન્ડ ખાતે દીપોત્સવ દ્વારા મતદાર જાગૃતિનો અનોખો પ્રયાસ

હિન્દ ન્યુઝ, ઉમરેઠ     ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી તા. ૨૩/૦૪/૨૦૨૬, ગુરૂવારના રોજ યોજાનાર છે. આ લોકશાહીના પર્વમાં મતદારોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ‘મતદાર જાગૃતિ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ઉમરેઠના SNDT ગ્રાઉન્ડ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી જીજ્ઞાબેન પટેલ તથા તેમની સાથે સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કામીનીબેન ત્રિવેદીની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા મતદાન જાગૃતિના આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન SNDT ગ્રાઉન્ડ પર…

Read More

હિટ વેવના કારણે જોવા મળતી સામાન્ય બીમારીઓ અને તેના ઉપાયો

હિન્દ ન્યુઝ, આણંદ     ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઈ રહયો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યકિતના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આણંદ ના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ,…

Read More

આણંદ ખાતે દીવડા પ્રગટાવી ‘આણંદ કરશે મતદાન’નો અપાયો સંદેશ

હિન્દ ન્યુઝ, આણંદ      સ્થાનિક સ્વરાજ્યની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના આ પર્વમાં નાગરિકોની સહભાગીદારી વધારવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી શ્રી દ્વારા ‘મતદાર જાગૃતિ અભિયાન’ (SVEEP) હેઠળ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.    આ અભિયાનના ભાગરૂપે સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદના પ્રાંત અધિકારી ડો. મયુર પરમારની વિશેષ ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના…

Read More

પાલીતાણા ગિરીરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયન દ્વારા યુનિયનના નામે રૂ.૨૦/- યાત્રિકો પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભાવનગર      પાલીતાણા ગીરીરાજ જૈન તીર્થ ખાતે વિવિધ જૈન સંઘ અને આગેવાનો દ્વારા ડોળીમાં યાત્રા કરનાર યાત્રિકો પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.૨૦/- ઉઘરાવવામાં આવતા હોવાની વ્યાપક રજુઆત બાબતે ભાવનગર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલ સત્તાની રૂઇએ તા.૧૭/૦૪/૨૦૨૬ થી તા.૧૬/૦૫/૨૦૨૬ સુધી નામ. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નાનુભાઈ સંચાલિત યુનિયન દ્વારા કરવામાં આવેલ પીટીશનમાં નામ.ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય આખરી રહેવાની શરતે પાલીતાણા ગિરીરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયન દ્વારા યુનિયનના નામે રૂ.૨૦/- યાત્રિકો પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની…

Read More