વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત

હિન્દ ન્યુઝ, સુરત તા. 1 – 2મેના રોજ સુરત ખાતે યોજાનાર VGRC થકી ટેક્સટાઈલ અને ઔદ્યોગિક વિકાસને મળશે નવી દિશા 🔹16મી સદીનું અગ્રણી વેપારી મથક અને સમૃદ્ધ બંદર સુરત હવે વૈશ્વિક ઓળખ ધરાવતું ‘સિલ્ક સિટી’ બન્યું; VGRC થકી સુરતના ટેક્સટાઈલ સેક્ટરમાં નવી તકોના દ્વાર ખુલશે 🔹દક્ષિણ ગુજરાતનો ટેક્સટાઈલ ઉદ્યોગ ગુજરાતના ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથનું એન્જિન; વિશ્વના કુલ કાપડ ઉત્પાદનમાં 30 ટકા, મેન-મેઈડ ફાઈબર ક્ષેત્રે ભારતનો 65 ટકા અને ગુજરાતના કુલ GDPમાં સુરતનો 25 ટકાથી વધુનો હિસ્સો 🔹VGRCથી સુરતના ટેક્સટાઈલ સેક્ટરમાં મોટાપાયે વિદેશી રોકાણ (FDI) આકર્ષાશે, આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધું નેટવર્કિંગ વધશે અને…

Read More

તા. 30મી એપ્રિલ, ગુરૂવારના રોજ યોજાશે સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતા રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત એપ્રિલ-2026નો રાજ્ય સ્વાગત તા. 30મી એપ્રિલે યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. 30મી એપ્રિલના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે…       વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

Read More

આણંદ જિલ્લાના નાગરિકોએ ગરમીમાં લૂ (હીટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવા આટલુ ધ્યાને રાખવુ

હિન્દ ન્યુઝ, આણંદ     ગરમીની ઋતુમાં હિટવેવને કારણે જિલ્લાના નાગરિકોને સાવચેતીના પગલારૂપે કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવું હિતાવહ છે. હિટવેવને કારણે કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિ ગરમીના તાણ અને ગરમી સંબંધિત બિમારીથી પીડાઈ શકે છે, જોકે કેટલાક લોકો વધુ જોખમમાં છે અને તેમને અન્ય કરતાં અને વધારાનું ધ્યાન આપવું જોઈએ. શિશુઓ અને નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, જે લોકોને માનસિક બિમાર હોય, જે લોકો શારીરિક રીતે બિમાર છે, ખાસ કરીને જેમને હૃદય રોગ અથવા હાઈ બ્લડ પ્રેશર હોય, તેવા સવેદંનશીલ વસ્તી માટે વધુ જોખમ હોવાથી તેમની વિશેષ કાળજી…

Read More

ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા સોમનાથ મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના

હિન્દ ન્યુઝ, સોમનાથ     ભારત સરકારના ગૃહ અને સહકારીતા મંત્રી તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ એ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં દર્શનાર્થે પધાર્યા હતા. શ્રદ્ધા, સ્વાભિમાન, અને સમર્પણના ત્રિવેણી સંગમ સમાન આ મુલાકાત દરમિયાન તેઓએ સજોડે મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહાપૂજા, પાઘ અને ધ્વજા પૂજા:         અમિતભાઈ શાહે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી સજોડે ધ્વજા પૂજા, પાઘ પૂજા અને સોમેશ્વર મહાપૂજા કરી હતી. આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવને એક વિશેષ ‘મરાઠી પાઘ’ અર્પણ કરી હતી જેની…

Read More

વર્ષ-૨૦૨૬-૨૭ માટે રાજ્ય સરકારના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈ કરાઇ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લાના IRLA સ્કીમ હેઠળ તેમજ અન્ય સ્કીમ હેઠળ પેન્શન મેળવતા તમામ રાજ્ય સરકારના પેન્શનરઓને જણાવવાનું કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટેની વાર્ષિક હયાતીની ખરાઈ તા.૦૧/૦૫/૨૦૨૬ થી ૩૧/૦૭/૨૦૨૬ દરમિયાન કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદામાં હયાતીની ખરાઈ ન કરાવનાર પેન્શનરઓનું ઓગસ્ટ-૨૦૨૬ થી પેન્શનનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે.     હયાતીની ખરાઈ માટે પેન્શનર પોતાની પેન્શન ખાતુ ધરાવતી બેંક શાખામાં રૂબરૂ જઈ નિયત ફોર્મ ભરીને હયાતીની ખરાઈ કરાવી શકે છે. ગુજરાત સરકાર અને પોસ્ટ વિભાગ વચ્ચે થયેલ સમજૂતી અનુસાર પેન્શનર પોસ્ટ ઓફિસના અધિકૃત કર્મચારી…

Read More

ગુજરાત ગૌરવ દિવસ પર સુરતમાં ઉદ્યોગ અને વિકાસનો મહાસંગમ: ૧-૨ મે એ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- VGRC દક્ષિણ ગુજરાત યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત  ગુજરાત ગૌરવ દિવસના અવસરે દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને નવી તકોનો મહાસંગમ સર્જાવા જઈ રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) ની ત્રીજી આવૃત્તિ ૧ અને ૨ મે એ સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે યોજાશે. આ પરિષદમાં સુરત સહિત ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાઓના ઔદ્યોગિક શક્તિ અને સંભાવનાઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે.     કોન્ફરન્સની સાથે ૧ મેના રોજ સાંજે સુરતમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી પણ થશે. ભવ્ય પરેડ Y-જંકશનથી શરૂ થશે અને ડુમસ સી-ફ્રન્ટ સુધી પહોંચશે, જેમાં વિવિધ સરકારી વિભાગોના આકર્ષક ટેબ્લો રજૂ…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે “અમૃત સરોવર”નું ખાતમુહૂર્ત કર્યું

હિન્દ ન્યુઝ, અમરેલી      અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ત્રાકુડા મુકામે બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે “અમૃત સરોવર”નું ખાતમુહૂર્ત થયું હતું. આ પ્રસંગે રાજ્યપાલએ ત્રાકુડાને “આદર્શ ગામ” તરીકે વિકસિત કરવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માધ્યમથી ત્રાકુડાનો ‘આદર્શ ગામ’ તરીકે વિકાસ કરાશે. એક આદર્શ ગામમાં જે- જે સુવિધાઓ મળવા પાત્ર હશે તેનો લાભ ત્રાકુડાને મળશે.

Read More

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ:૨૦૨૬- સુરત- દક્ષિણ ગુજરાત

હિન્દ ન્યુઝ, સુરત સુરતની ‘જરી’ની વૈશ્વિક ચમક: GI ટેગ પ્રાપ્ત ‘જરી ઉદ્યોગ’ ધરાવે છે ૧૨૦ વર્ષ જુના ઐતિહાસિક મૂળ મુઘલ કાળથી દેશ વિદેશોમાં પ્રસિદ્ધ થયેલા સુરતના પારંપરિક ‘જરી ઉદ્યોગ’નો વારસો આજે પણ જીવંત રેશમ અને કપાસના તાર પર સોના-ચાંદી-તાંબાના મિશ્રણનું પડ ચઢાવી બને છે રિઅલ અને ઈમિટેશન જરી: બનારસી-કાંજીવરમ સાડીઓ, હસ્તકલા અને જરદોશી ભરતકામમાં વ્યાપકપણે ઉપયોગ ભારતની ૭૦% જરીનું ઉત્પાદન એકલું સુરત કરે છે: અંદાજે ૨.૫૦ લાખથી વધુ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જરી ઉદ્યોગથી મેળવે છે રોજીરોટી પ્રાચીન કાળમાં સુરત ધમધમતું બંદર હોવાને કારણે જરી અને તેમાંથી બનેલા ‘કિનખાબ’…

Read More

અમરેલી જિલ્લાના ત્રાકુડા ગામ ખાતે રાત્રિવિશ્રામ કર્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, અમરેલી    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના ત્રાકુડા ગામ ખાતે રાત્રિવિશ્રામ કર્યા બાદ ઊઘડતી ઉષાએ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.     ટેન્ટ સિટી ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલએ ઉપસ્થિત યોગ સાધકો સાથે વિવિધ યોગાસનો કર્યા હતા અને યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.      તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.      તેમણે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પ્રાચીન વિરાસત છે જેને…

Read More

૧લી મે-ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી-૨૦૨૬

હિન્દ ન્યુઝ, સુરત      ૬૬મા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં સુરત શહેર પોલીસ દ્વારા તા.૧ મે સુધી અઠવાલાઇન્સના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત શસ્ત્ર પ્રદર્શનને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમણે મહાનુભાવોએ શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને નિહાળ્યા હતા. તા.૧ મે સુધી ચાલનારા ત્રિ-દિવસીય શસ્ત્ર પ્રદર્શન સમાજના પ્રત્યેક નાગરિકને જવાનોની કર્તવ્યનિષ્ઠા અને દેશ પ્રત્યેના સમર્પણની ભાવનાને ઉજાગર કરતા વિવિધ સ્ટોલ્સ નિહાળી શકશે. સુરતવાસીઓ સવારના ૧૦.૩૦ થી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી પ્રદર્શનની મુલાકાત લઈ શકશે.    આ શસ્ત્ર…

Read More