હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતા રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત એપ્રિલ-2026નો રાજ્ય સ્વાગત તા. 30મી એપ્રિલે યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. 30મી એપ્રિલના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
