આહવા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ‘સ્વતંત્રતા પર્વ’ ની ઉજવણી સંદર્ભે યોજાયુ રિહર્સલ

હિન્દ ન્યુઝ, આહવા

    ડાંગ જિલ્લાના નિવાસી અધિક કલેકટર વી.કે.જોષીની આગેવાની અને માર્ગદર્શન હેઠળ તા.૧૪મી ઓગસ્ટે સવારના ૮:૩૦ કલાકે, આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘૭૯ માં સ્વતંત્રતા પર્વ’ ની ઉજવણી સંદર્ભે રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો. 

કાર્યક્રમની પુર્વ તૈયારીના ભાગરૂપે અહિં રિહર્સલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા નિવાસી અધિક કલેક્ટર શ્રી વી.કે.જોષીએ પરેડ નિરીક્ષણ કરી શાળાના બાળકો દ્વારા રજુ થનાર દેશભક્તિને લગતાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ નિહાળ્યુ હતુ. 

આ રિહર્સલ કાર્યક્રમમા ઉપસ્થિત પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા, પ્રાંત અધિકારી સુ કાજલ આંબલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર વિવેક પટેલ, ડીઝાસ્ટર મામલતદાર આર.એમ.મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેમની ભૂમિકા નિભાવી હતી.

Related posts

Leave a Comment