હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લા પંચાયતનાં વિકાસ કાર્યો અને મહત્વપૂર્ણ વિગતોને સુવ્યવસ્થિત રીતે રજૂ કરતી વર્ષ 2025ની મેજ ડાયરીનું વિમોચન ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુપ્રસાદજી ટુંડિયાના હસ્તે વિધિવત્ કરવામાં આવ્યું હતું.
આ વિમોચન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, ઉપપ્રમુખ કનુભાઈ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, અગ્રણી મયુરભાઈ પટેલ, પાલજીભાઈ પરમાર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મેજ ડાયરી જિલ્લા પંચાયતના વર્ષ દરમિયાનના કાર્યો, યોજનાઓ અને સિદ્ધિઓનું દસ્તાવેજરૂપે સંકલન છે. આ “મેજ ડાયરી” જનસેવા ક્ષેત્રે પારદર્શિતા અને પ્રેરણા પૂરી પાડે છે.
