તાલાલામાં પરશુરામ ચોક, GVP પોઇન્ટ, સહિતના વિસ્તારની સાફ સફાઈ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર રસોમનાથ

રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં સફાઇ અભિયાન વેગવંતુ બની રહ્યુ છે. ત્યારે “સ્વચ્છતા હિ સેવા” સ્વચ્છતા ઝૂંબેશ હેઠળ વિવિધ સ્થળોની સાફ સફાઇ એક અભિયાન રૂપે કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તાલાલામાં શહેરના એન્ટ્રી પોઈન્ટ ,પરશુરામચોક,GVP પોઇન્ટ, સહિતના વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી હતી.

સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન અંતર્ગત તાલાલા નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ GVP પોઇન્ટની સાફ સફાઈ કરવામાં આવી અને કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો તેમજ દવા છટકાવ કરવામાં આવ્યો હતો.અને તાલાલા શહેરમાં રાત્રી સફાઇમાં શહેરના એન્ટ્રી પોઈન્ટ પરશુરામ ચોક તેમજ ગરબી આસપાસ ની સાફ સફાઈ કરવામાં આવેલ. તેમજ શહેરના મુખ્ય માર્ગોની સાફ સફાઈ કરી ખાલી બોટલો, પ્લાસ્ટિક, ખાલી ખોખા સહિતનો કચરાને એકત્રીત કરવામાં આવ્યો હતો.અને તાલાલા શહેરને સ્વચ્છ શહેર બને તે માટે સ્વચ્છતા ઝૂંબેશ કરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment