હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે રાજકોટ શહેરના મધ્યમ / જરૂરિયાતમંદ વર્ગના લોકો તા. ૧૩ ઓગસ્ટથી તા. ૧૮ ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીના તહેવારોને કુટુંબીજનો સાથે આનંદ-ઉલ્લાસથી માણી શકે, તે હેતુસર ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયાનું વ્યાજબી ભાવે વેચાણ કરવા સૂચના આપી છે. જેને અનુલક્ષીને કલેક્ટર કચેરીમાં પુરવઠા શાખા ખાતે ગત તા. ૧૧ ઓગસ્ટના રોજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અજયભાઈ ઝાપડાની અધ્યક્ષતામાં ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ સર્વસમંતિથી ફરસાણ અને મીઠાઈ તેલના પ્રકાર પ્રમાણે પ્રવર્તમાન બજાર ભાવ કરતા અંદાજીત ૧૦% જેટલા નીચા ભાવે વેચવાનો નિર્ણય લેવાયો છે.
લાઈવ ગાંઠીયા, ફરસાણ તથા મીઠાઈના નિયત કરાયેલા દર નીચે મુજબ છે.
લાઈવ ગાંઠીયા
હાલના ભાવ (કિલોગ્રામમાં) : શિંગ તેલમાં – રૂ. ૭૦૦, કપાસિયા તેલમાં – રૂ. ૫૨૦ અને પામોલીન તેલમાં – રૂ. ૪૫૦
તહેવાર નિમિત્તે ભાવ (કિલોગ્રામમાં) : શિંગ તેલમાં – રૂ. ૬૪૦, કપાસિયા તેલમાં – રૂ. ૪૭૦ અને પામોલીન તેલમાં – રૂ. ૪૦૦
ફરસાણ
હાલના ભાવ (કિલોગ્રામમાં) : શિંગ તેલમાં – રૂ. ૫૮૦, કપાસિયા તેલમાં – રૂ. ૪૦૦ અને પામોલીન તેલમાં – રૂ. ૩૨૦
તહેવાર નિમિત્તે ભાવ (કિલોગ્રામમાં) : શિંગ તેલમાં – રૂ. ૫૪૦, કપાસિયા તેલમાં – રૂ. ૩૫૦ અને પામોલીન તેલમાં – રૂ. ૨૮૦
બુંદી લાડુ, લાસા લાડુ, મીઠી બુંદી
હાલના ભાવ (કિલોગ્રામમાં) : રૂ. ૨૪૦
તહેવાર નિમિત્તે ભાવ (કિલોગ્રામમાં) : રૂ. ૨૨૦
મોહનથાળ, મૈસુબ
હાલના ભાવ (કિલોગ્રામમાં) : રૂ. ૨૮૦
તહેવાર નિમિત્તે ભાવ (કિલોગ્રામમાં) : રૂ. ૨૫૦
