હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સને ૨૦૨૫-૨૬ માં બાગાયત ખાતાની સરગવા ખેતી, આંબા અને જામફળ – ફળ પાક ઉત્પાદકતા, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, ડ્રેગન ફ્રુટ વાવેતર માટે સહાય જેવા વિવિધ ઘટકોને પ્રોત્સાહિત કરવાની યોજના માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in) તારીખ ૧૮-૦૮-૨૦૨૫ થી તારીખ ૦૧-૦૯-૨૦૨૫ સુધી (દિન -૧૫) મુકવામાં આવેલ છે.
નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર યુઝર મેન્યુઅલ મુજબ અરજી કરતા પહેલા ખેડૂતોએ મોબાઈલ નમ્બર દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઈન અરજી કરી અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.
મંજુરી મળ્યા બાદ કલેઈમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહીત જીલ્લાની કચેરી (સરનામું – નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, દાહોદ રૂમ નંબર ૨૩૩-૨૩૫, બીજો માળ, જીલ્લા સેવા સદન, છાપરી રોડ, દાહોદ, ફોન નંબર ૦૨૬૭૩-૨૩૯૨૫૧) ખાતે રજુ કરવાની રહેશે. જેની દાહોદ જીલ્લાના સર્વે બાગાયતી ખેડૂતમિત્રોએ નોંધ લેવી એમ નાયબ બાગાયત નિયામક દાહોદ દ્વારા જણાવાયુ છે.
