ગુજરાતને નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક – વડોદરાની સ્મૃતિ સિંહનું ઉમદા પ્રદર્શન…

હિન્દ ન્યુઝ, વડોદરા

     વડોદરાની યુવા તરણખોર સ્મૃતિ સિંહે બેંગલુરુમાં યોજાયેલી 41મી સબ-જુનિયર નેશનલ અક્વાટિક ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. 4×50 મીટર મેડલે રિલે સ્પર્ધામાં સ્મૃતિના બ્રેસ્ટસ્ટ્રોક તબક્કાનું પ્રદર્શન ખાસ નોંધપાત્ર રહ્યું, જેના કારણે ગુજરાતની ટીમે મહત્વની પ્રગતિ મેળવી અને કાંસ્ય પદક જીત્યું.

આ ચેમ્પિયનશિપ 4 થી 5 ઑગસ્ટ 2025 દરમિયાન બસવનગુડી એક્વાટિક કોમ્પ્લેક્સ, બેંગલુરુ ખાતે યોજાઈ હતી, જેમાં દેશના 22 રાજ્યોએ ભાગ લીધો હતો. માત્ર 12 વર્ષની સ્મૃતિ સિંહ વડોદરાના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોચ વિવેકસિંહ બોરલિયા અને કૃષ્ણ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તાલીમ લે છે.

ગુજરાતની રિલે ટીમે 2:20.14નો સમય નોંધાવીને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મેળવ્યું.

Related posts

Leave a Comment