90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા કોરોના જેવી બીમારી ને માત આપી ફરી લોક સેવા માં પરત ફરેલ તે પ્રસંગે કોંગ્રેસ પરિવાર તથા સમર્થકો દ્વારા હાર તોરા તથા અભિંવાદન કરેલ.

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા 14 મી વિધાનસભા ના સત્ર બાદ આકસ્મિક તબિયત નાજુક થતાં તબિયત બતાવતા જેમાં કોરોના પોઝિટિવ રીપોટ આવતા તેઓ હોમ કોરોંટાઇન થયેલ હતા. ત્યાર બાદ તબિયત માં સુધારો થતાં અને કોરોના ટેસ્ટ કરાવતા રીપોટ નિગેટિવ આવતા અને આરામ કર્યા બાદ તા.21-10-20 ના વેરાવળ ધારાસભ્ય ના કાર્યાલયે આવતા જ્યાં નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી અભિવાદન કરેલ હતું અને પંડિત દ્વારા મંત્રોચાર કરી દિર્ધાયુસ માટે દાદા સોમનાથ ને પ્રાર્થના કરવામાં આવી અને કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો દ્વારા વિમલભાઈ ચુડાસમા ને હાર તોરા અને પુષ્પાંજલિ કરવામાં આવેલ હતી. અને વિમલભાઈ ચુડાસમા સતત લોકો ની અવિરત સેવા કરતાં રહે અને તંદુરસ્તી સારી રહે તેવી શુભેચ્છા પાઠવેલ હતી. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ ગોહેલ, વેરાવળ તાલુકા ના પ્રમુખ કરશનભાઇ બારડ, નગરપાલિકા ના વિરોધપક્ષ નેતા ફારૂકભાઈ બુઢિયા, વેરાવળ શહેર પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા, વેરાવળ મહિલા પ્રમુખ દેવીબેન ગોહેલ, ગીર સોમનાથ જિલ્લા મંત્રી દીપકભાઈ દોરીયા, પટેલ સમાજ આગેવાન બકુલભાઇ ચાપડિયા, પંચાયત પ્રમુખ જગાભાઈ સોલંકી, શહેર કોંગ્રેસ મંત્રી પ્રેમભાઈ ગઢીયા, વેરાવળ શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ અશ્વિનભાઈ સુયાણી, શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ હર્ષલભાઈ ઋસી, કોળી સમાજ પટેલ ધર્મેશભાઈ મેર, હાડી સમાજ અગ્રણી રામજીભાઇ ચુડાસમા, કોળી સમાજ આગેવાન વિજયભાઈ ગઢીયા, સામતભાઈ ધારેચા રાજુભાઇ વાજા, સંજયભાઈ ગોહેલ, તથા તમામ કોંગ્રેસ પરિવાર ના સભ્યો હાજર રહ્યા હતાં.

રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment