હિન્દ ન્યુઝ, ભરૂચ
જંબુસર તાલુકાના “નોંધણા “ગામે પ્રાથમિક મિશ્રા શાળા નાં બાળકો દ્વારા રાષ્ટ્ર ગીત સાથે તિરંગા યાત્રા ગામના દરેક ગલી મોહલ્લા ફરી ગાંમ પંચાયત ખાતે આવી હતી તલાટી વિજેન્દ્રભાઈ તલાટી કૃપાબેન સરપંચ દરિયા બેન ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રભાઈ પટેલ ગામના વડીલો પ્રાથમિક શાળાના શિક્ષક ગણ શાળાના બાળકો હાજર રહ્યા હતા સરપંચ દરિયાબેન નાં કરકમલો દ્વારા ભારતમાતાને ધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી.
બી બી પટેલ હાઇસ્કુલ નોંધણા ખાતે સ્કૂલના પ્રમુખ માજી સરપંચ કાર્ન્તી ભાઈ સનાભાઇ પટેલ ગામ ના વડીલો જયેશભાઈ વાલીઓ શિક્ષક ગણ સ્કૂલના વિદ્યાર્થી ઓ ની ઉપસ્થિતિમાં 79 માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાષ્ટ્રગીત સાથે તિરંગા લહેરાવવામાં આવ્યો.

તાલુકા કચેરી, હોમગાર્ડ જવાનો GRD જવાનો, કોલેજ, સ્કૂલો, સરસ્વતી વિદ્યામંદિર, નવયુગ વિદ્યાલય, ઝેન સ્કૂલ, કચેરી, સંસ્થાઓમાં દેશભક્તિ માહોલમાં ધ્વજને સલામી આપી રાષ્ટીય પર્વ ની ઉજવણી કરવામાં આવી.
જંબુસર તાલુકાના નોંધણા ખાતે પ્રાથમિક મિશ્ર શાળા “ખાતે 79 માં સ્વતંત્રતા પર્વની, ભવ્ય માનવ વેદની વચ્ચે તિરંગો લહેરાવવામાં આવ્યો.

