જુનાગઢ જિલ્લાના માંગરોળમાં જેઠવા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

? ચક્ષુદાન મહાદાન?

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં જેઠવા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

માંગરોળમાં તા.૦૫-૧૨-૨૦૧૯ માગશર સુદ સાતમના રાત્રે જેઠવા પરિવારના સ્વ.શારદાબેન ગોવિંદભાઈ જેઠવા(ઉ.વર્ષ.૬૫) {રહે.કજુ ફળિયા.}કે જેઓ જગદિશભાઈ ગોવિંદભાઈ જેઠવાના માતૃશ્રી થાય છે કે જેઓ આજે સ્વર્ગવાસી થયેલ છે.
આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા મૃતકના ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર આરેણા”ના સંચાલકને આથી મેહુલભાઈ દ્વારા જાણ કરતાં રાજેશભાઈ સોલંકી(લોએજ),તેમજ સુમિતભાઈ વાઢિયા(મકતુપુર) દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યાં હતા.જે ચક્ષુનો સ્વિકાર સુમિતભાઈ વાઢિયાએ કરી શિવમ્ ચક્ષુદાન આરેણાને અર્પણ કરતા આરેણા ગામના અને ડી.ડી.ભારતી આર્ટ &કલ્ચર ચેનલના પત્રકાર વિજયભાઈ જોટવાને અર્પણ કરતાં તેના દ્વારા વેરાવળ સ્થિત મુનિ સંત બાલાજી આઈ બેંકનેપહોંચાડવામાં આવ્યા હતા.
આ દુઃખદ સમયે પરિવારને સાંત્વના આપવા માટે સગાવહાલાં અને પાડોશીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહી આ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા હતા.
મહર્ષિ દધિચીએ પૂરાણોમાં કરલે વર્ણન મુજબ પોતાના અંગોનુ દાન કર્યુ હતુ.આજના આ જેઠવા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાનથી આપણા પૂરાણોના દાનને સાર્થક કર્યો છે. આજના આ ચક્ષુદાન ના કાર્યથી તેમણે સમાજને ચક્ષુદાન એ મહાદાનનો મહિમા સમજાવ્યો છે. જેઠવા પરિવાર દ્વારા થયેલ આ કાર્યથી અન્ય સમાજને પ્રેરણા મળશે.
જેઠવા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુકસાહેબ,આહિર સમાજ માંગરોળ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ તેમજ માંગરોળ તાલુકાના પત્રકાર મિત્રો દ્વારા બિરદાવવામાં આવ્યુ હતુ

Related posts

Leave a Comment