જામનગર જિલ્લાના ખેડૂતોએ સાંસદ ભવન દિલ્લી ખાતે સાંસદશ્રી પૂનમબેન માડમની મુલાકત લીધી  

જામનગર જિલ્લાના ખેડૂતોએ સાંસદ ભવન દિલ્લી ખાતે

સાંસદશ્રી પૂનમબેન માડમનીમુલાકત લીધી

 

જિલ્લાના કુલ ૫૦ જેટલા ખેડૂતોને ખેતી વિષયક જ્ઞાનમાં વધારો થાય તે હેતુસર

અન્ય રાજ્યોમાં ખેડૂત પ્રવાસ કરવામાં આવ્યો

જામનગર તા.૦૪ ડિસેમ્બર, નાયબ બાગાયત નિયામકની કચેરી જામનગરમારફત તા.૨૩/૧૧/૨૦૧૯થી તા.૦૩/૧૨/૨૦૧૯ દરમિયાન જામનગર જિલ્લાના કુલ ૫૦ જેટલા ખેડૂતોને દિલ્લી, હિમાચલ પ્રદેશ અને હરિયાણા રાજ્યોમાં ખેડૂત પ્રવાસ કરવામાં આવેલ હતો. આ પ્રવાસ દરમિયાન I.A.R.I., W.T.C., આઝાદપુર APMC, સેન્ટર ઓફ પ્રોટ્રેક્ટેડ કલ્ટીવેશન, વાય.એસ.પરમાર યુનિવર્સિટી ઓફ હોર્ટીકલ્સર એન્ડફોરેસ્ટ્રી, ડાયરેક્ટર ઓફ મશરૂમ રીસર્ચ, સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટીટયુટ, સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર વેજીટેબલ, કરનાલ ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશનમાં પ્રત્યક્ષ મુલાકાત દ્વારા માર્ગદર્શન મેળવ્યું તેમજ માન. રાજ્યપાલશ્રી (ગુજરાત રાજ્ય) આચાર્ય દેવવ્રતજીના ગુરુકુળ સંસ્થા (કુરુક્ષેત્ર) ખાતે પ્રાક્રુતીક ખેતીના વિવિધ આયામો શીખવા મળ્યા હતા.

આ પ્રવાસ દરમિયાન ખેડૂતોએ જિલ્લામાં ભવિષ્યમાં થનાર વિવિધ બાગાયતી પાકોની નવીનતમ જાતો તેમજ તેમની ખેતી પદ્ધતિ વિશે ચોક્કસ માહિતી મેળવી તેમજ હાલની બજાર વ્યવસ્થાને ધ્યાને રાખીને ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશનની જરૂરિયાતોથી રૂબરૂ વાકેફ થયા. આ પ્રવાસ દરમિયાન ખેડૂતોની સાંસદ ભવન ન્યુ દિલ્લી ખાતે જિલ્લાના સાંસદ સભ્યશ્રી પૂનમબેન માડમ સાથે મુલાકાત યોજાઈ અને તેમના દ્વારા સમગ્ર પરિસરની મુલાકાતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ તમામ ખેડૂતો માટે જીવનભરની યાદ સમાન રહ્યો અને નવા આત્મવિશ્વાસનો સંચાર થયો તેમ નાયબ બાગાયત નિયામકશ્રી જામનગરની યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment