માવઠાને કારણે ખેતી પાકો ઉપર થનાર સંભવિત અસરો અને તેના ઉપાયો અંગે છોટાઉદેપુર જીલ્લાના ખેડૂતવર્ગ માટે ખેતી વાડી કચેરી દ્વારા કેટલાક સૂચનો બહાર પાડવામાં આવ્યા

 

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

      છોટાઉદેપુર જિલ્લામાં ૨૬ નવેમ્બર ૨૦૨૩ ના રોજ મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ તથા કોઈ જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ નોંધાયેલ છે. જેની પાક ઉપર થનાર વિપરીત અસરોને ઓછી કરવા જિલ્લાના ખેડૂત વર્ગને કેટલાક સૂચનો ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા રૂપે બહાર પાડવામાં આવેલ છે.

દરેક પાકમાં હાલ પિયત આપવાનું ટાળવું તેમજ ખેતરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો. કેળના છોડ વધારે પવન સાથે વરસાદના કારણે નમી ગયેલા હોય તો આવા ફળવાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો. કપાસમાં ખુલેલા જીંડવાનું રૂ ભીનું થવાના કારણે તેની ગુણવત્તા ઉપર અસર થઈ શકે. તેથી રૂની વહેલી તકે વીણી કરી લેવી. તુવેરમાં કુલ બેસવા તથા સીંગોના વિકાસની સ્થિતિ વચ્ચે વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે શીંગ માખીનો ઉપગ્રહ થઈ શકે તેથી હવામાન ખુલ્લુ થયા બાદ એમામેક્ટીન બેન્ઝોએટ દવા ૪ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં ભેળવી તેનો છંટકાવ કરવો. ચણાના વાવેલ બીજના ઉગાવાનો તબક્કો અથવા પાકનો વનસ્પતિ વિકાસનો તબક્કો હોય આ આગોતરા વાવણી કરેલ પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ થઈ શકે છે. ખેતરમાં હેક્ટર દીઠ ૨૦ ફેરોમેન ટ્રેપ ગોઠવવા. દિવેલાના પાકમાં વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે લશ્કરી અને ઘોડિયા ઇયળનો ઉપદ્રવ થઈ શકે તે માટે હવામાન ખુલ્લુ થયા બાદ એમામેક્ટીન બેન્ઝોએટ દવા ૪ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં ભેળવી તેનો છંટકાવ કરવો. શાકભાજીના પાકોમાં ફળ/ફૂલનું ખરણ થઈ શકે. રોગ જીવાત (યુસિયા/કોકરવા) નું ઉપદ્રવ થઈ શકે છે. વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે. પરિપકવ શાકભાજીના ફળોની વહેલી તકે વીણી કરી લેવી ફળવાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો. હવામાન ખુલ્લુ થયા બાદ સ્પીનોસાડ દવા ૩ મી.લી/ ૧૦ લિટર પાણીમાં ભેળવી તેનો છંટકાવ કરવો. પપૈયાના છોડમાં ફળ/ફૂલનું ખરણ થઈ શકે. વધારે પવન સાથે વરસાદના કારણે નમી ગયેલા હોય તો આવા ફળવાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો. ઘઉંના પાકમાં વાવણી/ બીજના ઉગાવા ઉપર અસર થઇ શકે. વાવણી હાલ પુરતી મુલતવી રાખવી.

અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ કે.વી.કે/ ખેતી અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી /મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિ.)/નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર- ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપક કરવો.

Related posts

Leave a Comment