સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, જામનગર

 કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જામનગરની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ એ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી તેમજ જામનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓની અમલવારી તેમજ વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. 

સાંસદ પૂનમબેન માડમે આ બેઠકમાં રેલ્વે વિભાગને લાગતા પ્રશ્નો, જામનગર મહાનગરપાલીકા હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, નેશનલ હેલ્થ મિશન, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, દિન દયાલ ઉપાઘ્યાય ગ્રામ જયોતિ યોજના, ઈન્ટિગ્રેટેડ પાવર ડેવલોપમેન્ટ સ્કીમ, પી.એમ.પોષણ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના, સ્વરછ ભારત મિશન(ગ્રામિણ), નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ, ઈન્ટીગ્રેટેડ વોટરસેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરી હતી તેમજ વિભાગો દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તથા બેઠકમા લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધીકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ લેવાય તે માટે સૂચન કર્યુ હતુ અને છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સરળતાથી પહોચે તે દિશામાં સૌને સાથે મળી કામ કરવા સાંસદએ આહવાન કર્યું હતુ. સાંસદએ ચાલુ બેઠક દરમિયાન જ લાલપુર તાલુકાના કાઠીદળ, સણોસરી સહિતના ગામોથી આવેલ લોકોની સિંચાઈ, રેલવે, પીવાના પાણી સહિતની રજૂઆતો સાંભળી હતી અને તેનો સત્વરે યોગ્ય નિકાલ લાવવા લગત અધિકારીઓને સૂચન કરી ગ્રામજનો પ્રત્યેની સંવેદના દર્શાવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કલેકટર બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, ડી.આર.ડી.એ. નિયામક એન.એફ.ચૌધરી, રેલ્વે વિભાગના ડી.આર.એમ. ભાવનગર અને ડી.આર.એમ.રાજકોટ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment