જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.કે.મહેતાએ ભાવનગરની બી .એન.વીરાણી સ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૭મી મે ના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્રારા ભાવનગરની બી.એન.વીરાણી સ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન માટેનું કેન્દ્ર ઉભું કરાયું છે. જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર.કે.મહેતા તેમજ નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી સહિત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.

મતદાન કર્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.કે.મહેતાએ જણાવ્યું હતું કે, આગામી ૭મી મેના રોજ મતદાન યોજાવાનું છે,ત્યારે અમારાં જેવા અધિકારીઓ- કર્મચારીઓ કે જેઓ ચૂંટણી સાથે સંકળાયેલા છે તેમજ અન્ય વિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલા છે તેઓ મતદાન કરવાથી વંચિત ન રહે તેમજ લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરાયું છે. આજે મેં પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે તેમજ અન્ય લોકોને પણ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા અપીલ કરુ છું.

Related posts

Leave a Comment