ગળતેશ્વર તાલુકાના ખેડૂતોની વાવઝોડાના કારણે ઉનાળુ પાકને થયેલા નુકશાન અંગે સરકાર પાસે વળતરની માંગ

હિન્દ ન્યૂઝ, ગળતેશ્વર

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા સહીત સમગ્ર તાલુકામાં તાઉ-તે વાવાઝોડાને લઈને વાતાવરણમાં પલટો આવવા સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી. રાજ્ય સરકાર સર્વે કરીને વહેલી તકે સહાયની જાહેરાત કરે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાઉ–તે વાવાઝોડાને લઈને વાતાવરણમાં અચનાક આવેલા બદલાવને લીધે ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી, ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, ભરઉનાળે જીલ્લામાં વરસેલા કમોસમી વરસાદને લઈને ખેતીને ભારે નુકસાન થવા પામ્યું છે. જીલ્લામાં આ વર્ષે ઉનાળુ સિઝનમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા તેમજ બાજરી, તલ, તુવેર, શાકભાજી તેમજ ઘાસચારા તથા બાગાયતી પાકોને ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદને લઈને ભારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે એક તરફ કોરોના મહામારીને કારણે હાલત કફોડી છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદને લઈને થયેલા નુકસાનને લીધે ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટુ જેવી થવા પામી છે. ત્યારે ભારતીય કિસાન સંઘ ગળતેશ્વર દ્વારા ગળતેશ્વર તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં ગયેલ નુકશાન અંગે સરકાર સર્વે કરી ગળતેશ્વર તાલુકામાં પાકમાં થયેલ નુક્શાનનું વળતર આપવા માટે માંગ કરી રહ્યા છે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે પાક નુકસાનીનું સર્વે કરી નુકસાનીનું ૧૦૦% વળતર વહેલામાં વહેલી તકે આપવામાં આવે જેથી કરી આગામી ચોમાસું પાક માટે ખેડૂતોને આર્થિક મદદ મળી રહે.

રિપોર્ટર : રાકેશ મકવાણા, ખેડા

Related posts

Leave a Comment