હિન્દ ન્યૂઝ, જામખંભાળીયા
સ્વ. ધવલ રમેશચંદ્ર કાનાણીની પ્રથમ પુણ્યતિથિ ની ભાગરૂપે કાનાણી (લોહાણા) પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ, ખંભાળિયા તેમજ ગ.સ્વ. રીટાબેન રમેશચંદ્ર કાનાણી ના આર્થિક સહયોગથી આજરોજ તા.૧૭/૦૧/૨૦૨૧ ના રોજ જનરલ હોસ્પિટલ ખંભાળિયા ના સહકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કોવિડ ની આ મહામારી માં કે જ્યારે “માનવસેવા એ પ્રભુ સેવા” ને સાર્થક કરવા માટે સૌ ખંભાળિયા ના રક્તદાતાઓ એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આજરોજ કુલ ૭૫ રક્તદાતાઓ એ આ રક્તદાન કેમ્પ માં રક્તદાન કરી આ સેવામાં ભાગ લીધો હતો.

જૂની લોહાણા મહાજનવાડી ખંભાળિયા ખાતે ના આ રક્તદાન કેમ્પનો સમય સવારે ૦૯.૦૦ થી ૦૧.૦૦ રાખવામાં આવેલ હતો. તેમજ દરેક ડોનરશ્રી ને આ તબક્કે ગ.સ્વ. રીટાબેન રમેશચંદ્ર કાનાણી પરીવાર તરફથી સ્મૃતિભેટ આપવામાં આવી હતી.
આ કેમ્પ ને સફળ બનાવવા કાનાણી લોહાણા પરીવાર ના ટ્રસ્ટીશ્રી તેમજ પ્રમુખ કનુભાઈ કાનાણી ના માર્ગદર્શન હેઠળ નિખિલભાઈ કાનાણી, અશોકભાઈ કાનાણી, મનુભાઈ કાનાણી, જગદીશભાઈ કાનાણી, વિરેનભાઈ, નિલેશભાઈ કાનાણી , સચિનભાઈ કાનાણી તેમજ તમામ ટીમનો ખુબ જ સાથ સહકાર મળ્યો હતો. આ પ્રોજેકટ નું સુંદર સંચાલન નિશીલભાઈ કાનાણી તેમજ સુનિલભાઈ કાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આ તબક્કે સૌનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : જયરાજ માખેચા, જામખંભાળીયા
