હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની સોમનાથ વિધાનસભા ના ગ્રામ્ય પ્રવાસ દરમ્યાન ચોરે પે ચર્ચા અન્વયે લોકોના પ્રશ્નો ની વાચા આપવા અને કોરોના ની ભયંકર મહામારીના કારણે છેલ્લા દસ થી બાર મહિનાથી ધારાસભ્ય લોકોના પ્રશ્નોને સાંભળવા તથા તેના નિરાકરણ માટે લોકોની વચ્ચે જઈ શકેલ ન હતા, પરંતુ હાલ પરિસ્થિતી સામાન્ય તથા ધારાસભ્ય એ પોતાની વિધાનસભા મત વિસ્તારના ૫૩ ગામડાઓનો પ્રવાસ કરી લોકોના પ્રશ્નોને સાંભળવા અને તેનું તત્કાલ ધોરણે નિરાકરણ લાવવા માટે ગામડે ગામડે રૂબરૂ લોકોની વચ્ચે જઈ મુલાકાત લીધેલ હતી. જે અન્વયે ડાભોર તાતીવેલા અને આંબલીયાળા ગામના રહીશોનો સર્વ સામાન્ય એક પ્રશ્ન હતો જે ડાભોર તાતીવેલા અને આંબલીયાળા વચ્ચે જે પુલ આવેલ છે તે સદંતર નાશ પામેલ હતો. જેથી આ ત્રણય ગામના લોકોને અવરજવર માટે વારંવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતો. જેથી આ પુલ રીપેર કરવા અને સી.સી.રોડ બનાવવા બાબતે ધારાસભ્ય ને રૂબરૂ રજૂઆત કરેલ હતી. ધારાસભ્ય એ તત્કાલ ધોરણે આ પુલની રૂબરૂ મુલાકાત લઈ લોકોને કેટલી તકલીફ નો સામનો કરવો પડે છે. તેની રૂબરૂ જાણકારી મેળવેલ હતી. આ જાણકારી મળતા જ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ ગુજરાત સરકાર ને લેખિત માં જાણ કરેલ હતી અને વહેલા માં વહેલી તકે આ પુલ અને સી.સી. રોડ બનાવવા માટે ધારદાર રજૂઆત કરેલ હતી. જે અન્વયે વેરાવળ થી ડાભોર તાતીવેલા અને આંબલીયાળા ક્લિયર સ્પાન અને માયનોર બ્રિજ અને સી.સી. રોડ નું ગુજરાત સરકાર માંથી તત્કાલ ધોરણે પુનઃ બાંધકામ માટે ૭૮ લાખ રકમ તત્કાલ ધોરણે મંજૂર કરાવી લોકોના પ્રશ્નોનું નિવારણ કરાવેલ છે. આમ ૯૦ સોમનાથના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમની ધારદાર રજૂઆત સફળ થયેલ છે.
રિપોર્ટર : મો. સઈદ મહિડા, ગીર સોમનાથ