તા.૦૨/૦૫/૨૦૨૪ રોજ સવારના ૬-૦૦ કલાક થી બપોરના ૪-૦૦ કલાક દરમિયાન કેટલાક માર્ગ ઉપરથી ભારે વાહનો તથા જવલનશીલ પદાર્થ ગેસ ભરેલા વાહનો પસાર થઇ શકશે નહીં

હિન્દ ન્યુઝ, આણંદ

   આગામી તા. ૦૨ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદના કરમસદ શકિતનગર હેલીપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે પધારી રોડ માર્ગે નીકળી શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર ખાતે જાહેરસભામાં પધારનાર હોય વડાપ્રધાનનાં આ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમન જળવાઇ રહે તથા સુરક્ષાની દ્રષ્ટિએ આણંદ શહેર-તાલુકાના કેટલાંક માર્ગો પર તા. ૦૨/૦૫/૨૦૨૪ના રોજ સવારના ૬-૦૦ થી બપોરના ૪-૦૦ કલાક સુધી વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તા. ૦૨/૦૫/૨૦૨૪ના રોજ સવારના ૬-૦૦ થી બપોરના ૪-૦૦ કલાક દરમિયાન કેટલાક રસ્તાઓ પરથી પસાર થતા વાહનોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી તે રસ્તાઓ પરથી પસાર થતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરેલ છે જેનો વાહનચાલકોએ ઉપયોગ કરવાનો રહેશે.

        તદ્અનુસાર આણંદ શહેરથી સોજીત્રા રોડ તરફ આવવા જવાનો રોડ બંધ રહેશે તેના બદલે વાહનચાલકો આણંદથી એલીકોન સર્કલ ચાર રસ્તા થઈ જીઆઈડીસી થઈ કરમસદ રેલવે સ્ટેશન થઈ બળીયાદેવ ચોકડી થઈ સોજીત્રા તરફ જઇ શકશે.

આજ રીતે સોજીત્રા તરફથી આણંદ શહેર તરફ આવવા જવાનો રોડ બંધ રહેતા આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો બળીયાદેવ ચોકડી થઈ કરમસદ રેલ્વે સ્ટેશન થઈ જીઆઈડીસીથી એલીકોન સર્કલ ચાર રસ્તા થઈ આણંદ શહેર તરફ જઇ શકશે.

વડતાલ-બાકરોલ તરફથી વિદ્યાનગર તરફ આવવા જવાનો રસ્તો બંધ રહેશે જેથી વાહનચાલકો વિધાનગર ત્રિકોણીયા બાગ થઈ સંકેત ચાર રસ્તા થઈ ૮૦ ફૂટ રોડ થઈ એ પી સી સર્કલ થઈ વિદ્યાનગર જઈ શકશે

        આણંદ-વિદ્યાનગર રોડ એ.પી.સી. સર્કલથી વિદ્યાનગર તરફ જવા-આવવાનો રોડ બંધ રહેશે તેના બદલે વાહનચાલકો એ.પી.સી. સર્કલ થી કેન્દ્રીય વિદ્યાલય થઈ યુનિવર્સિટી સ્ટાફ કવાર્ટસ થઇ વિદ્યાનગર જઇ શકશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment