હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર ગઢડા તાલુકાના ૩૦ ગામોના લોકોને સરકારની વિવિધ સેવાઓનો લાભ નજીકના સ્થળે ઝડપથી મળે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોકડવા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા લોકોને ૪,૧૫૭ લોકોની વિવિધ સેવાઓ માટે લાભ લેવા અરજીઓ કરી હતી. જેનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. ધોકડવા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં ગીર ગઢડા તાલુકાના ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ૩૦ ગામોના લોકોએ સરકારની વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં વહીવટીતંત્રને જુદી જુદી સેવાઓ માટે ૪૧૫૭ અરજીઓ મળી હતી અને તેમાં જરુરી કાર્યવાહી કરીને મળેલી અરજીઓનો હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો.