હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગ્રામ્યસ્તરના લોકોને પણ સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે ત્યારે ધ્રામણવાના ઉજીબહેનને પણ આવાસ યોજનાનો લાભ મળ્યો હતો. આ યોજના અંતર્ગત પોતાના ઘરનું ઘર બની જતાં ઉજીબહેને હરખભેર સરકારનો આભાર માન્યો હતો. ગ્રામ્ય સ્તરે પરિભ્રમણ કરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગ્રામ્યજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચાડી રહી છે. ત્યારે ધ્રામણવાના વાજા ઉજીબહેન સુરેશભાઈને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નો લાભ મળ્યો હતો. ઉજીબહેને જણાવ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી આવાસ યોજનાએ ગરીબોના ઘરના ઘરનું સપનું સાચું બનાવ્યું છે. ઘરનું ઘર હોવું એ જ મોટી વાત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મને સહાય મળી અને હવે અમને ઘણી અગવડતાઓમાંથી મુક્તિ મળી છે. આ યાત્રાના માધ્યમથી દેશમાં વસતા ગરીબ લોકોને વિવિધ યોજનાના ઘરઆંગણે જ લાભ મળી રહ્યાં છે તે સૌથી ઉત્તમ બાબત કહેવાય. આ યોજનાનો લાભ આપવા બદલ હું અને મારો સમગ્ર પરિવાર સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
નોંધનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી છેવાડાના લોકો સુધી પણ સરકારની વિવિધ ૧૭ જેટલી કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચી રહ્યાં છે.