હિન્દ ન્યુઝ, વેરાવળ
પ્રભાસ પાટણ સોમનાથ માં સિંધી સમાજ ચાલીસા પર્વની ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આખો દિવસ ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા. તેમાં ડીજેના તાલ સાથે સિંધી ડાંડિયારાસ ગરબા અને અવનવું પ્રસાદીઓ અને હિંગળાજ મંદિરે ધ્વજારોહણ આયોજન કરેલ. નગરનાં હોટલ રાધે દિપકભાઈ સૂચક ફુલહારથી સન્માન કરેલ. હોટલ ભાભા અને ગ્રામજનોએ લાભ લઈ જુલેલાલ ભગવાનની જ્યોત સાહેબના આશીર્વાદ લીધા હતા. પ્રભાસ પાટણ પીઆઇ મકવાણા અને સ્ટાફ તેમનું પણ સિંધી સમાજે સન્માન કરેલ. સર્વે જુલેલાલ ભગવાન નાં પણ દર્શન કરી ધન્યતા અનુભવી. પ્રભાસ પાટણ માં ચાલીસા ઉત્સવની મટકી 25 જેઓ એ ચાલીસા ઉત્સવ ઉપવાસ રાખેલ હતો તેમાં એક ટાઈમ અખો સાહેબ ની પૂજા કરવાની હોય છે 40 દિવસ પર્વ એ અવનવી ધૂન મંડળી, ભજન કીર્તન પ્રોગ્રામ ચાલતા હોય છે તે બીજના દિવસે પુનરાવર્તી ત્રિવેણી સંગમ કરવામાં આવે છે. તેમાં જ્યોત સાહેબ પરવાન કરવામાં આવે છે.
રિપોર્ટર : હરેશ વધવા, સોમનાથ