શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 74માં જન્મદિને સોમનાથમાં, આયુષ્ય જાપ, મહાપૂજા, ધ્વજાપૂજા, અને 73કિલો લાડુનો ભોગ

હિન્દ ન્યુઝ, સોમનાથ

રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદીના 74 માં જન્મદિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં ધ્વજા પૂજા, આયુષ્ય મંત્રજાપ, મહાદેવની મહાપૂજા, 73 કિલો લાડુનો ભોગ, સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. 

શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર તીર્થનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે, ત્યારે વિશ્વને નેતૃત્વ કરતો ભારત દેશ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સદાય અગ્રેસર રહે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને ભગવાન સોમનાથ દીર્ઘ અને નિરામય આયુષ્ય અર્પે તેમના ધારેલા કાર્યો સફળ રહે તેવી પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર સાહેબના હસ્તે પૂજા સામગ્રી અને વસ્ત્ર પરિધાન અર્પણ કરવામાં આવ્યા હતા જેનો ઉપયોગ મંદિરમાં પૂજારીશ્રીઓ દ્વારા મહાદેવની પૂજામાં કરવામાં આવ્યો હતો. આ અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

શ્રી સોમનાથ મંદિરના પૂજારીઓ તેમજ સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘ આયુષ્ય અને કુશળક્ષેમની કામના સાથે આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા યશ આપનારી અને મનોકામના પૂર્ણ કરવાવાળી કહેવામાં આવે છે. ત્યારે પ્રધાનમંત્રીશ્રીના યશની સતત વૃદ્ધિ થાય અને ઈશ્વર તેમના ધારેલા દરેક કાર્ય સફળ બનાવે તેવી પ્રાર્થના સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા મહાદેવને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

શ્રી સોમનાથ મહાદેવને મધ્યાહન આરતી પહેલા 1 કિલોનો એક એવા 73 લાડુ ભોગ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ લાડુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિરાધારનો આધાર આશ્રમ ખાતે મનો દિવ્યાંગોને, શ્રી દ્વારકાધીશ ગૌશાળા હોસ્પિટલ ખાતે અતી બીમાર ગૌમાતાઓને તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા ખાતેના ગૌધન ને પ્રસાદ સ્વરૂપે ખવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંધ્યા સમયે સોમનાથ મહાદેવને દીપમાળાથી શોભિત કરવામા આવશે.

ત્યારે આ અવસરે 

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી પરમાર દ્વારા રચિત વંદે ભારત માતરમ્ કવિતા તેઓએ પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે અર્પણ કરી હતી

वन्दे भारत मातरम”

ભારત માતાને વંદન કરું છું.

इमां सागरपर्यन्ताम्,

हिमवत्विध्यकुड्डलाभ्,

समुद्रवसनां देवीम्,

वन्दे भारतमातरम्……………….१

આ સાગર સુધી વિસ્તરેલી ભૂમિ, જેનાં હિમાલય અને વિન્ધ્યાચલ (પર્વતો) કુંડળ છે તે સમુદ્રરૂપી વસ્ત્રપરિધાન કરેલી દેવી, ભારત માતાને હું વંદન કરું છું.

सर्वसङ्गमनीं राष्ट्रीम्,

कर्णी राष्ट्रस्य मङ्गलम्,

चित्रां प्रकृतिसमृद्धाम्,

वन्दे भारतमातरम् ॥……………….२

સૌને એક સાથે રાખનારી, રાષ્ટ્ર સ્વરૂપ, રાષ્ટ્રનું મંગલ કરનારી, સુંદર (અને) પ્રકૃતિથી સમૃદ્ધ, ભારત માતાને હું વંદન કરું છું.

लोकशासनतन्त्राद्याम्

विश्वेषां च हिते रताम्,

सर्वधर्मसमायुक्ताम्,

वन्दे भारतमातरम् ।।……………….३

જેમાં લોકો દ્વારા ચાલતું શાસનતન્ત્ર સૌ પ્રથમ (વિશ્વમાં) શરૂ થયું, સમગ્ર વિશ્વના હિતમાં સદા રત (તત્પર), સર્વધર્મોનો સમાવેશ કરનારી, ભારત માતાને હું વંદન કરું છું.

वरदहस्तां वरदाम्

राष्ट्रसंग्रहकारिणीम्,

ईहमानोऽहं कल्याणम्,

वन्दे भारतमातरम् ।।………….४

વરદહસ્તા (અને) વરદાન આપનારી, રાષ્ટ્રનું કલ્યાણ (સંગ્રહ) કરનારી ભારત માતાને, કલ્યાણ ઈચ્છતો હું વંદન કરું છું.

Related posts

Leave a Comment