ડીસા તાલુકાના પમરૂ ગામે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલ વાપરી વરંડો બનાવતા લોકોમાં બુમરાડ ઊઠી રહી

હિન્દ ન્યૂઝ, ડીસા

બુમરાડ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પમરૂ ગામમાં બનાવેલો વરંડો હલકી ગુણવત્તાનો માલ વાપરે હોવાના લોકોમાં બુમરાડ ઊઠી રહી છે. એક બાજુ પમરૂ ગામના સરપંચ અને તલાટી ક્મ મંત્રી સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેવું દ્રશ્ય નજરે પડે છે. બીજી બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી નું કામ કરીને ટેન્ડરો પાસ કરતા હોવા ના કોન્ટ્રાક્ટર સામે તંત્ર ક્યારે પગલાં ભરશે તે એક મોટો સવાલ છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક કોન્ટ્રાક્ટર દ્વારા નાના-મોટા ગામડાઓની અંદર કામ કરતાં કોન્ટ્રાક્ટર પમરૂ ગામની અંદર ભ્રષ્ટાચાર આચરી હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાની અંદર કોન્ટ્રાક્ટર સામે તંત્ર કેમ ચૂપ બેઠું છે ? કે પછી કોન્ટ્રાક્ટર દ્વારા હપ્તા…. ? પમરૂ ગામમાં ચામુંડા મંદિર ની પાછળની ભાગે આ વરંડો હલકી ગુણવત્તાનો બનાવ્યો હોવાના લોકોમાં ચર્ચિત બને છે. આમાં જ તાલુકાના અધિકારીઓ તપાસ કરે તેવું લોકો માંગ ઉઠવા પામી છે. જ્યારે ડીસા તાલુકાના પમરૂ ગામના સરપંચ અને તલાટી ક્મ મંત્રી સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પમરૂ ગામના સરપંચ અને તલાટી ક્મ મંત્રી પોતાની મનમાની ચલાવી રહ્યા તેવો ગામલોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગામમાં કોઈ પ્રકારની સફાઈ માટે આજ દિવસ સુધી સફાઈ ના થયો હોવાના ગામ લોકો કહી રહ્યા છે. ગામના એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં ફોટા અને વિડીયો વાયરલ કરતા નાગરિક એમ પણ જણાવ્યું હતું કે સરપંચ એક મહિનાથી પંચાયત ની અંદર હાજરી આપી નથી. તેવો પણ જાગૃત નાગરિક દ્વારા જાણવા મળ્યું. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પમરૂ ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. તાલુકા વિકાસ અધિકારી આ બાબતે ક્યારેય પગલાં ભરશે ? તાલુકા વિકાસ અધિકારી ખાલી તાલુકામાં બેસી રહે છે કે પછી ડીસા તાલુકાની હદ માં આવતી પંચાયતોની વિઝિટ ક્યારે કરશે તે એક મોટો સવાલ છે. આપ પંચાયત ની હાલત પરથી દ્રશ્યમાન જોઈ શકો છો કે પંચાયત આવી રીતે હશે તો સરપંચ તલાટી કેવી રીતે પંચાયત ની અંદર કોઈ સ્વચ્છતા અભિયાન માટે વ્યવસ્થા જ નથી. ગ્રામ પંચાયત ની આજ હાલતમાં હોય તો ગામની સફાઈ શું થવાની ? તે એક મોટો વિશે બન્યો છે. આવા ભ્રષ્ટાચારી સરપંચ સામે તેમજ ગામની ગટર લાઈન અને ગામલોકો દ્વારા રજૂઆત કરવા છતાં લાઈનમાં ભંગાણ પડતાં ગામ લોકોને બહાર જવા માટે કે અન્ય કામ માટે જવું પડે, દવાખાનાનું કામ હોય કે અન્ય કામ હોય તો આ ગટરલાઇન એ દુર્ગંધ મારી રહી છે. તેવું પણ ગામ લોકો કહી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પમરૂ સરપંચ અને તલાટી ક્મ મંત્રી પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ગામમાં પ્રવેશતા પહેલા કચરાના ઢગ પણ જોવા મળે છે. તેના માટે પણ કોઇ સફાઇ કરાવતા નથી. ગામમાં પાણી માટે કોઈ નિકાલની વ્યવસ્થા ન હોવા છતાં ગામના રસ્તા પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે. શું કામની આ હાલત હોય તો ગામ પંચાયતના સત્તાધીશો દ્વારા વિકાસ કર્યો ? ખાલી વિકાસના નામે કાગળ પર જ વિકાસ કર્યો છે કેવો દ્રશ્યમાન તો લાગી રહ્યું છે. આજુબાજુથી કચરા અને કીચડ માંથી લોકોને દૂધ ભરાવવા માટે કે અન્ય કામ માટે જવું હોય તો માથામાં દુ:ખાવો થઈ જાય છે. જાગૃત નાગરિકને ટેલિફોન વાતચીતમાં જાગૃત નાગરિકે એમ પણ જણાવ્યું હતું કે કે આજદિન સુધી ગામમાં કોઈ સફાઈ અભિયાન કે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment