હિન્દ ન્યૂઝ, મહુવા
મહુવા તા.21, મહુવા તાલુકામાં આવેલ ગુજરાત કો.ઓ.સોસાયટી મા પેવર બ્લોક નું કામ થયેલ જેમાં ભ્રષ્ટાચાર થયેલ છે અને બ્લોક નું લેવલ કર્યા વગર બેસાડવામાં આવેલ છે. બ્લોક ની ગુણવત્તા નબળી ક્વોલિટીની છે અને બ્લોક નું કાર્ય કોઈપણ જાતની માપની વગર આડે ધડ કર્યું છે. હજી બ્લોક બેસાડ્યા ને બે થી ત્રણ દિવસ જ થયા છે ત્યાં તો આવી હાલત છે. ગુજરાત સોસાયટી મા બ્લોક નું કામ મંજુર થયેલ અને કર્યું છે, પણ અડધું. નવકાર ફ્લેટ, મહાવીર એપાર્ટમેન્ટ, સત્યસદન સોસાયટી આ બધું ગુજરાત સોસાયટી મા આવે છે. તો નગર પાલિકા ના અધિકારીઓ તથા મહુવા નગર પાલિકા ના પ્રમુખ દ્વારા સોસાયટી ના રહીશ ને એમ કહેવામાં આવ્યું કે તમારે ત્યાં નું કામ ના મંજુર થયેલ છે અને ઉદ્ધતાઇ પૂર્વક જવાબ મળેલ છે અને જ્યારે આ રસ્તા નું કામ વર્ષો પેહલા થયેલ છે. આ પેહલા પણ ત્યાં બ્લોક નું થોડુંક કામ થયેલ હતું અને આ પેવર બ્લોક નું કામ વર્ષો પેહલા પણ પાસ થયેલ છે. તો અત્યારે ક્યાં કારણસર નગર પાલિકા દ્વારા એમ કેહવા મા આવે છે કે ‘કામ ના મંજુર થયેલ છે’. તેમજ નવકાર ફ્લેટ આગળ વીસ થી પચ્ચીસ દિવસ થી ખોદકામ કરેલ છે, પણ હજી સુધી કોઈપણ પ્રકાર નું કામ હાથ ધરવામાં આવ્યું નથી. જ્યારે બ્લોક નું કામ કરતા અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ‘ત્યાં તમને હતું તેમ કરી, કપચી નાખી આપીશું.’ આજે એ વાત ને પણ બે થી ત્રણ દિવસ વિતી જવા છતાં હજુ સુધી કોઈપણ પ્રકાર નું કામ કરેલ નથી. તો નગર પાલિકા ના આ રીતે અણધાર્યા કામ કર્યા કરવા થી નાગરિકો ના પૈસા વેડફાય છે સાથે નાગરિક ને હેરાન ગતિ થાય છે. જ્યારે નાગરિક દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ટેક્સ નગર પાલિકા વસુલે છે. તેનો સરખો અને યોગ્ય ઉપયોગ થાય એવી લોક માંગણી ઉઠવા પામી છે અને રહીશો માં નગર પાલિકા સામે આક્રોશ જાગ્યો છે.
રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા