મહુવા મા PGVCL ના લાઈટ ના ધાંધીયા

હિન્દ ન્યૂઝ, મહુવા,

                          તા.21, મહુવા માં PGVCL દ્વારા વારંવાર રીપેરીંગ ના બહાને આઠ થી દસ કલાક સુધી લાઈટ પુરવઠો બંધ રાખે છે. આવું દર અઠવાડિયે થાય છે. ક્યારેક ક્યારેક દરરોજ આવું થાય છે. જેના કારણે નાના બાળકો તથા વૃદ્ધ ને આવી ગરમી મા હાલાકી નો સામનો કરવો પડે છે અને PGVCL દ્વારા એમ કેવા મા આવે છે કે હવે પછી તમારે લાઈટ નો કોઈપણ જાતનો પ્રોબ્લેમ નહીં રહે, પણ એકાદ બે દિવસ જતા લાઈટ જતી રહે અને પછી ક્યારે આવે કાય નક્કી નહીં. ક્યારેક સાવ લાઈટ જતી રહે, ક્યારેક લાઈટ ફૂલ ડિમ થયા કરે જેના કારણે રહીશો ના મોંઘા ઈલેક્ટ્રીક ઉપકરણો ને નુકસાન થાય છે. જ્યારે ફરિયાદ માટે ફોન કરવા માં આવે ત્યારે હમેશાં ફોન વ્યસ્ત જ આવે અને જ્યારે રૂબરૂ ફરિયાદ કરવા જઈએ ત્યારે ફરિયાદ લખી લે પણ કોઈ પ્રકારનું કામ થતું નથી. કોઈક વાર ફોન નું રિસીવર ઉપાડી ને સાઈડ મા મૂકી દે છે. જેથી ફોન ના આવે અને આ રીતે વારંવાર લાઈટ જવા ના કારણે મોટા ઉદ્યોગ મા નુકશાન થાય છે. કામ બંધ રહેવાથી પૈસા થી લય સમય અને ઘણું બધું નુકસાન થાય છે. ઘણી વખત PGVCL મા આવેદન પત્ર પણ આપેલ હોવા છતાં કોઇપણ રીતે ઉકેલ નથી મળેલ. જેથી મોટા ઉદ્યોગ કાર દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા

Related posts

Leave a Comment