હિન્દ ન્યૂઝ, તણસા
વર્ષોથી આરોગ્ય ખાતાઓમાં ડોક્ટરો ની ઘટ, નર્સોની ઘટ પડે છે, શિક્ષણ વિભાગ માં શિક્ષકોની ઘટ પડે છે, બાંધકામ વિભાગમાં ઈજનેરોની, કોલેજમાં અધ્યાપકોની ઘટ, રેવન્યુ મા તલાટી ક્રમમંત્રી ની ઘટ, ગામ પંચાયત મા ગામ સેવક ની ઘટ, તો કાયદો વ્યવસ્થા માં પોલીસની, જજની, સરકારી વકીલની ઘટ છે. અનેક વહિવટી ખાતાઓમાં અધીકારી થી લઈ ને ક્લાર્ક, તલાટી, પટાવાળા સુધીની ઘટ પડે છે. જે ક્યારેય પુર્ણ થઈ નથી કે થશે નહી. ફક્ત ગુજરાત વિધાનસભાજ એવી છે જેમાં ૧૮૨ સીટની ભરતીમાં એક પણ ઓછી હોય તો તાત્કાલિક પેટા ચુંટણી થી ભરી દેવામાં આવે કે જેની અવધી પણ પાંચજ વર્ષની હોય છે. આવી આંઠ દસ સીટ બે ત્રણ વર્ષ માટે ખાલી રહી જાય તો શું આભ તુટી પડે છે ? તે વિસ્તાર સીધો મુખ્યમંત્રી ની દેખરેખ હેઠળ કે રાજ્યપાલની દેખરેખ હેઠળ ન લઈ શકાય….? આઝાદી ના આટલા વર્ષો પછી પણ ખેડુતો ની ઉન્નતિ ક્યાં ? આટલા વર્ષો પછી પણ ખેડૂતો હજુ પગભર થવા માટે ભાખોડીયા હાલી રહ્યા છીએ. આટલા વર્ષોથી દરેક રાજકીયપક્ષો ની સરકાર આવી ને ક્રુષિ બજેટ મા ખરબો રૂપિયા ફાળવ્યા છતા ખેડૂતોની પરિસ્થિતિ તો રોજે રોજ ખરાબ જ થતી જાય છે. તેનુ જવાબદાર કોણ ? આ બધા રૂપિયા અને બધી સરકાર ની યોજના થી કોને લાભ થયો ? આ તમામ પ્રશ્નોના જવાબો અલગ અલગ હશે. પરંતુ તે જવાબો શોધવાની જરુરત ખેડુતે જાતે જ કરવી પડશે. કારણ કે દરેક રાજકીય પક્ષ ખેડુતો ને માણસ ની નજરે નહી મત ની નજરે જુવે છે. ખેડુતો રાજનીતી માટે નુ મોટુ મોહરુ છે. રાજકીય ઉપયોગ કરવાથી વિશેષ કોઇ પક્ષ માટે યોગ્ય આયોજન કયારેય કર્યુ હોઇ તેવુ દેખાતુ નથી. અને જો યોગ્ય આયોજન કર્યુ હોત તો ખેડૂતો ની હાલત આઝાદી ના આટલા વર્ષો પછી આટલી ખરાબ ના જ હોઇ.
ખેડૂત સ્વયં જ વિચારવુ કે એક પક્ષ ને અથવા અન્ય બીજા પક્ષ ને સત્તા આપવાથી ખેડુત પ્રશ્નો નુ નિરાકરણ આવી શકશે ? ખેડુત જે પક્ષ ને સહાકર આપે તે પક્ષ ખેડુત ને સત્તા મળ્યા પછી ભુલી નહી જાય તેની કોઇ ખાત્રી ખરી ? સ્વામીનાથન આયોગ મુજબ ભાવ ની વાત કરીએ તો જુની સરકારે તે મુજબ ભાવ ના આપ્યા ને ચુટણી મા સરકારે ખેડુત ને વચન આપ્યુ પણ શું થયુ ? સ્વામીનાથન આયોગ મુજબ ભાવ ના આપ્યા, વધુ માં ખેડૂતો ની લાગણી સાથે મજાક જ કરવામા આવી, ઉપર થી ઘણા ખેડુત વિરોધી કાયદાઓ પણ પસાર કરવામા આવ્યા. ત્યારે એવુ વિચારી જુની સરકાર ને દુર કરી મોદી સરકાર ને સહકાર આપ્યો. નવી સરકાર આવશે ને ખેડૂતો માટે સોનાનો સુરજ ઉગશે. હાલ નો વિરોધપક્ષ પણ ભુતકાળ મા સ્વામીનાથન આયોગ મુજબ ભાવ આપ્યા ન હતા. અને હાલની સરકારે પણ નથી આપ્યા. તેનો મતલબ કે ખેડુતો ને દરેક પક્ષ મીઠા લીબડા ની માફક ઉપયોગ જ કરે છે. હવે ખરેખર આત્મમંથન કરવાની જરુરત છે કે ખેડુત સાથે જ આવી રમત કેમ રમાય છે ?
ખેડુતોએ દરેક બાબતે આગળ વધવુ પડશે દરેક પ્રકાર ની ગતીવિધીઓ શીખવી પડશે. કહેવાય છે કે દેશ ક્રુષિ પ્રધાન દેશ છે. પરંતુ ખેડુત ને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરી દરેક રાજકીય પક્ષો ખેડુત ને ગુમરાહજ કરતુ નજરે પડે છે. હાલની વાત કરીએ તો છેલ્લા કેટલાઇ વર્ષોથી ગુજરાત ના ખેડુતો પાકવિમા કંપનીઓ થી પરેશાન છે. વિશ્વનો મોટો સતાપક્ષ તો તેમની સાથે હોઇ તેવુ લાગી રહ્યુ છે. માટે ખેડુત મિત્રો હર હમેંશ ખેડુત હિત માટે કાર્યરથ રહે તેવા ઉમેદવાર ને ઓળખી ને મતદાન કરશો. વધુ ને વધુ મતદાન કરવુ જાતીવાદી , કોમવાદી કે રાજકીયવાદી બની નહી પરંતુ ખેડુતવાદી બની આવનાર સમય મા દરેક ને જાણ થવી જોઈએ કે ખેડુતો સાથે ન રહેનાર ઉમેદવારે ચુટણીમાં મત ની અપેક્ષા જ ન રાખે. એવું કિસાન એકતા સમિતિ ના ગુજરાત અધ્યક્ષ અને ખેડુત હિત માટે સતત ખડે પગે રેહનાર તેમજ ખેડુત પુત્ર દશરથસિંહ ગોહિલ (તણસા) ની યાદી માં જણાવ્યું છે.