હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર ના રાટીલા ગામે બાઇક પર જઇ રહેલા પિતા પુત્રી ને આખલે સિંગડું મારતા પિતા નું મોત નીપજ્યું હતું. બનાવ ને પગલે સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી હતી. દિયોદર તાલુકા ના રાટીલા ગામે રહેતા માનાભાઈ અચળાભાઈ પરમાર પોતાની દીકરી ને લઈ બાઇક પર રાટીલા શાળા તરફ થી પ્રસાર થઈ રહ્યા હતા. તે સમય રસ્તા માં બાઇક જોઈ આખલો ભડકતા આખલે બાઇક ચાલક ને સિંગડું માર્યું હતું. જેમાં સિંગડું યુવાન ના શરીર ના ભાગે લાગતા યુવાન ને ગંભીર ઇજા પોહચી હતી અને બાઇક ચાલક નીચે પડ્યો હતો. જે બનાવ ના પગલે આજુ બાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે દિયોદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં યુવાન ને ગંભીર ઇજા હોવાના કારણે મોત નીપજ્યું હતું. ત્રણ સંતાન ના પિતા નું એકાએક મોત નિપજતા પરિવારજનો મોડી રાત્રે દિયોદર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જે બાબતે દિયોદર પોલીસે એડી મુજબ ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર