હિન્દ ન્યૂઝ, વિરમગામ
હાલ ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ સંદર્ભે મોટા પાયે કાર્યક્રમ ન રાખતા મર્યાદિત લોકો ની હાજરીમાં જ નવા પોલીસ સ્ટેશન નું ઉદઘાટન સમારોહ યોજાયો. વિરમગામ ટાઉન પો.સ્ટે ખુબજ જર્જરિત હાલતમાં હોવાથી હવે સુરક્ષિત જગ્યાએ તબદીલ કરવામાં આવ્યું. જેમાં વિધિ અનુસાર પુજા પાઠ, ધૂપદીપ, આરતી કરી તેમજ સોશ્યલ ડીસ્ટન્સ નું ચુસ્ત પાલન કકરી ને કાર્યક્રમ યોજાયો. જેમાં ડી.વાય.એસ.પી ડૉ. લવિના સિન્હાના વરદ હસ્તે રિબીન કાપી ને નવું પો. સ્ટે. નું ઉદઘાટન કર્યું. જેમા પી.આઈ ઝાલા પી.એસ.આઇ સૈયદ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ, સામાજિક કાર્યકરો તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : નસીબ ખાન મલેક, વિરમગામ